Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

મધ્ય-પૂર્વમાં અમેરિકાના સૈનિકો તહેનાત કરાશે : ટોચના અધિકારીઓ સાથે બેઠક યોજી

 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તેમના ટોચના અધિકારીઓ બેઠક થઈ હતી.

કાર્યકારી રક્ષા મંત્રી પૅટ્રિક શૅનહને મધ્ય-પૂર્વમાં અમેરિકાની સેનાનું આયોજન રજૂ કર્યું હતું. અમેરિકા મધ્ય-પૂર્વમાં સૈનિકો મોકલવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે.

ન્યૂ યોર્ક ટાઇમ્સના એક અહેવાલ મુજબ અમેરિકા મધ્ય-પૂર્વમાં એક લાખ વીસ હજાર સૈનિકો મોકલવાનું વિચારી રહ્યું છે. આ સંખ્યા અમેરિકાએ વર્ષ 2003માં ઇરાક પર કરેલા હુમલા વખતે મોકલેલા સૈનિકોના બરાબર છે.

આ અંગે ટ્રમ્પનું કહેવું છે કે, "અમે લોકો જોઈ રહ્યા છીએ કે ઈરાન સાથે શું થાય છે, જો તેઓ કંઈ કરે છે તો એ તેમની મોટી ભૂલ હશે."

(11:28 pm IST)