Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

આરએસએસના લોકો અંગ્રેજોના સમર્થનમાં હતા ;આઝાદીના આંદોલનમાં કોઈ લડાઈ લડી નથી:પંજાબમાં પ્રિયંકાના પ્રહાર

મોદી માત્ર પ્રચાર-દુષ્પ્રચારમાં વ્યસ્ત :મોટા મોટા વાયદા કર્યા :વચન પાળ્યું નથી ;મોદીનું સત્ય હવે જનતાના રડારમાં છે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સોમવારે બઠિંડામાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા ત્યારે મંગળવારે કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ બીજેપી અને આરએસએસ પર આકરા પ્રહાર કર્યા છે પ્રિયંકા ગાંધીએ જનસભાને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, જ્યારે સમગ્ર પંજાબ દેશની આઝાદી માટે લડાઇ લડતુ હતુ, RSSના લોકો અંગ્રેજોની ચમચાગીરી કરી રહ્યાં હતા, અને અંગ્રેજોનું સમર્થન કરતાં હતા. તેમણે આઝાદીના આંદોલનમાં કોઇ લડાઇ નથી લડી.

   પ્રિયંકા ગાંધીએ વાદળ વાળા નિવેદનને લઇને વડાપ્રધાન મોદી પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે, મોદીનું સત્ય હવે લોકોના રડાર પર છે. રેલીને સંબોધિત કરતી વખતે પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો કે, મોદી માત્ર પ્રચાર-દુષ્પ્રચારમાં લાગેલા છે. મોટા મોટા વાયદાઓ કરે છે અને દર્શાવે છે કે છેલ્લા 70 વર્ષમાં કોઇ વિકાસ નથી થયો.

  પ્રિયંકાએ કહ્યું કે મોદીએ બે કરોડ નોકરીનું વચન નથી પાળ્યું. છેલ્લા પાંચ વર્ષમાં 12 હજાર ખેડુતોએ આત્મહત્યા કરી લીધી પરંતુ મોદીએ ખેડુતોને નજર અંદાજ કરે છે. લોકસભાની ચૂંટણી લોકશાહી અને દેશ બચાવવાની ચૂંટણી છે.

(10:50 pm IST)