Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

યુ.એસ.માં સેન્ટ્રલ જર્સી બિઝનેસ ઓર્ગેનાઇઝેશન આયોજીત બિઝનેસ બેઝીક નેટવર્કીગ પ્રોગ્રામને મળેલો જવલંત પ્રતિસાદઃ ૫૦ જેટલા જુના તથા નવા વ્યાવસાયિકોએ હાજરી આપીઃ એટર્ની સુશ્રી પ્રગતિ પરીખ દુબલએ કાયદાકીય માર્ગદર્શન આપ્યું: ડો.તુષાર પટેલએ ઓર્ગેનાઇઝેશનના હેતુ તથા લક્ષ્યાંક વિષે માહિતી આપી

 (દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં જુના તથા નવા વ્યાવસાયિકોને એક છત્ર હેઠળ ભેગા કરી ધંધાકીય પ્લેટફોર્મ પુરૂ પાડવા તથા પરસ્પર સહકારનો વ્યાપ વધારી વ્યવસાયનો વિકાસ કરવા તેમજ વ્યાવસાયિક માર્ગદર્શન આપવા ૨૦૧૮ ડીસેં.થી શરૂ કરાયેલા સેન્ટ્રલ જર્સી બિઝનેસ ઓર્ગેનાઇઝેશનના ઉપક્રમે તાજેતરમાં ૨મે ૨૦૧૯ના રોજ બિઝનેસ બેઝીકસ નેટવર્કીગ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું.

અંબર રેસ્ટોરન્ટ સાઉથ બ્રન્સવીક ન્યુજર્સી મુકામે યોજાયેલા આ બિઝનેસ બેઝીક પ્રોગ્રામમાં એટર્ની સુશ્રી પ્રગતિ પરીખ દુબલએ કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું.

પ્રિન્સેટોન બિઝનરી લાયન્સ કલવના સહયોગ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ૫૦ જેટલા જુના તથા નવા વ્યાવસાયિકોએ હાજરી આપી હતી. જેઓનું કાર્યક્રમના આયોજક ડો.તુષાર પટેલએ સ્વાગત કર્યુ હતું. તથા CJBOના હેતુઓ તથા લક્ષ્યાંકો વિષે માહિતી આપી હતી.

CJBOના ફાઉન્ડર્સ ૩ સફળ વ્યાવસાયિકો શ્રી હિતેશ પટેલ, શ્રી મહેન્દ્ર ઝેડ પટેલ તથા શ્રી પિનાકીન પાઠક તેમજ કો-ઓર્ડીનેટર ડો.તુષાર પટેલના આયોજન અંતર્ગત આયોજીત આ નેટવર્કીગ ઇવનીંગને જવલંત સાનુકૂળ પ્રતિસાદ સાંપડયો હતો. જેમાં જણાવાયા મુજબ સેન્ટ્રલ જર્સીના તમામ વ્યાવસાયિકોને કોઇ પણ જાતના રાજકિય, ધાર્મિક કે વ્યકિતગત પૂર્વગ્રહ વગર માર્ગદર્શન અપાશે. જેનો હેતુ કોઇ મનોરંજક પ્રોગ્રામોના આયોજનોનો નહીં પરંતુ વ્યવસાયના વિકાસનો છે. કાર્યક્રમને TVAsia દ્વારા કવરેજ અપાયું હતું. તથા પરીખ વર્લ્ડ વાઇડ મિડીયા, ગુજરાત દર્પણ, તિરંગા, અકિલા ન્યુઝ સહિત તમામ મિડીયાનો સાથ સહકાર મળ્યો હતો.

CJBOના વાર્ષિક મેમ્બર થઇ શકાય છે. મેમ્બરશીપ તથા સ્પોન્સરશીપ સહિત વિશેષ માહિતિ www.cjbousa.com અથવા ડો.તુષાર પટેલ ૮૪૮-૩૯૧-૦૪૯૯ દ્વારા મળી શકશે તેવું શ્રી હિતેશ પટેલ શ્રી મહેન્દ્ર ઝેડ પટેલ તથા શ્રી પિનાકીન પાઠક તથા ડો.તુષાર પટેલની યાદીમાં જણાવાયું છે.

(10:32 pm IST)
  • ચોમાસા પહેલા પ્રિ-મોન્સુન એકશન પ્લાન અંગે આવતીકાલે બેઠકઃ મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે યોજાશે બેઠકઃ એનડીઆરએફ સહિતની ડિફેન્સ એજન્સીઓ, આરોગ્ય સિંચાઇ સહિતના વિભાગોના અધિકારી રહેશે હાજરઃ પુરની પરિસ્થિતને પહોંચી વળવા થશે ચર્ચા access_time 11:22 am IST

  • મણીશંકર ઐયરનો ફરી ધડાકોઃ મોદીને નીચ આદમી કહ્યા હતા તે બરાબર હતું, એક લેખમાં તેમણે પોતાના ૨૦૧૭ના નિવેદનને યોગ્ય ઠેરવ્યો access_time 11:34 am IST

  • જન્મ દિવસની ઉજવણીમાં ફોર્મ સ્પ્રે અને સેલોટેપના ઉપયોગ કરવા ઉપર સુરતના પોલીસ કમિશનરે પ્રતિબંધ લગાવ્યો access_time 12:57 am IST