Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

પ્રિયંકાનું સરપ્રાઈઝ : કારમાંથી ઉતરી, મોદી તરફી સમર્થકોને મળ્યા : એમની સાથે હાથ મિલાવ્યા

ઈન્દોર - કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ સોમવારે અહીં રોડ શો કર્યો હતો. સરઘસના આરંભે એમણે પક્ષનાં વાહનોનો કાફલો અટકાવ્યો હતો અને નરેન્દ્ર મોદીની તરફેણમાં નારા લગાવતા લોકો પાસે જઈ એમની સાથે હાથ મિલાવ્યાં હતાં. એમનાં એ પ્રતિભાવથી મોદી-તરફીઓને ભારે આશ્યર્ય થયું હતું.

પ્રિયંકા ગાંધી ઈન્દોરમાં પક્ષના ઉમેદવાર પંકજ સંદ્યવીના પ્રચાર માટે પાંચ કિ.મી.ના રોડ શો માટે અહીં આવ્યાં હતાં. સવારે, એ એરપોર્ટથી શહેર તરફ જતાં હતાં ત્યારે રસ્તામાં એમણે કેટલાક ભાજપ-સમર્થકોને 'મોદી-મોદી'નાં નારા લગાવતા જોયા હતા.

(3:31 pm IST)