Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

કમલ હાસનની વિરૂધ્ધ ચુંટણી પંચમાં ફરીયાદ કરવામાં આવી

દિલ્હીના એક વકીલ અશ્વિનીકુમાર ઉપાધ્યાયે મક્કલ નીધિ મૈયામના અધ્યક્ષ કમલ હાસન દ્વારા ચુંટણી લાભ માટે ધર્મના કહેવાતા દુરૂપયોગ પર મુખ્ય ચુંટણી કમિશ્નરને લેખિત ફરીયાદ કરાવી હતી

નવીદિલ્હી,તા.૧૪: દિલ્હીના એક વકીલ અશ્વિનીકુમાર ઉપાધ્યાયે મકકલ નીધિ મૈયામના અધ્યક્ષ કમલ હાસન દ્વારા ચુંટણી લાભ માટે ધર્મના કહેવાતા દુરૂપયોગ પર મુખ્ય ચુંટણી કમિશ્નરથી લેખિત ફરિયાદ કરાવી હતી.તેમણે નિર્વાચન પંચથી તેમના પ્રચાર પર ઓછામાં ઓછા પાંચ દિવસ માટે પ્રતિબંધ મુકવાની તેમની વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરવાની તથા તેમની પાર્ટીને ડી રજીસ્ટ્રેશન કરાવવા માટે યોગ્ય પગલા ઉઠાવવાની વિનંતી કરી છે.

મુખ્ય ચુંટણી કમિશ્નર સુનીલ અરોડે લખેલ પત્રમાં ઉપાધ્યાયે કહ્યું છે કે મકકલ નીધિ મૈયામના અધ્યક્ષ કમલ હાસને રાષ્ટ્ પિતા મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને સ્વતંત્ર ભારતના પહેલા હિન્દુ આતંકવાદી બતાવ્યા છે. એ યાદ રહે કે હાસને એક ચુંટણી સભામાં કહ્યું હતું કે સ્વતંત્ર ભારતના પહેલા આતંકવાદી હિન્દુ હતાં તેનું નામ નાથુરામ ગોડસે છે હકીકતમાં આતંકવાદ ત્યારથી જ શરૂ થયો

ચુંટણી લાભ માટે મુસ્લિમ બહુમતિવાળા વિસ્તારમાં જાણી જોઇ આ નિવેદન આપવામાં આવ્યું આ કલમ ૧૨૩(૩) જનપ્રતિનિધિત્વ કાનુ હેઠળ એક ભ્રષ્ટ આચારણ છે. ઉપાધ્યાયે કહ્યું કે આદર્શ આચારસંહિતા અનુસાર કોઇ પણ પાર્ટી કે ઉમેદવાર વિવિધ જાતિ સમુદાયની વચ્ચે વમનસ્ય ધૃણા અને તનાવ પેદા કરનારી કોઇ પણ ગતિવિધિઓમાં સંડોવાયેલ હોઇ શકે નહીં.

આ રીતે મત હાંસલ કરવા માટે જાતિ કે સાંપ્રદાયિક ભાવનાઓને ઉશ્કેલી કોઇ અપીલ કરી શકાય નહીં મસ્જિદ,ચર્ચ મંદિર તથા અન્ય પુજા સ્થળો પર ચુંટણી પ્રચાર પર રોક છે.

હાસને આદર્શ આચાર સંહિતાનો ભંગ કર્યો છે તેમણે કહ્યું કે કમલ હાસને જાણી જોઇ ધર્મના આધાર પર વિવિધ સમુદાયો વચ્ચે શત્રુતા વધારવા અને ભાઇચારાની ભાવના સમાપ્ત કરવાનું કાર્ય કરી રહ્યું છે.જે ભારતીય દંડ સંહિતા હેઠળ અપરાધ છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ જાણીજોઇ અને દુર્ભાવનાથી કરવામાં આવેલ કૃત્યુ છે તેનાથી લાખો હિન્દુઓની ભાવનાઓને ઠેંસ પહોંચી છે.

(3:26 pm IST)