Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

મોદીને હરાવવા વારાણસી પહોંચેલા સિયા ઉલેમા રાજાણી

મહુવા, તા. ૧૪ :  શીયા ઓલમાએ હિન્દ  ના ઉપપ્રમુખ મૌલાના રાજાણી હસનઅલી રૂશાની સોમવારે મોદીજી ને હાર માટે વારાણસી પહોંચી ગયા છે મૌલાના રાજાણી વારાણસીમાં મદ્રેસાએ ઇમાનીયામાં ઓલમા સાથે આજે ઇફતાર કરશે અને ત્યારબાદ ઇસ્લામી ચર્ચા ઉપરાંત કોંગ્રેસને મત આપવા માટે પોતાનો મત જાહેર કરશે.

જો કે મૌલાના રાજાણીનું કહેવુ છે કે અહીંયાની જનતા પણ મોદીજી બીજેપી સિવાય બીજી પાર્ટીને વોટ આપશે અને મોદીજીને વારાણસીમાં પહેલા જેવી કામીયાબી નહી મળે. વારાણસીમાં રાજબબ્બરની દાવતને મૌલાના રાજાણી એ ઠુકરાવતા કહ્યું કે હું કોંગ્રેસનો સપોર્ટર છું પણ કોઇ ફિલ્મી એકટ્રરની સાથે રોડ શો નહીં કરૂ તથા તેની સાથે હોટેલમાં નહીં રોકાવ.

(3:16 pm IST)