Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

સંસદમાં સક્રિય રહેલા ૩૩૮ સાંસદો ફરી ચૂંટાશે?

સંસદમાં ઉપસ્થિતિ અને ચર્ચામાં ૧૬મી લોકસભાના સાંસદોએ સુધાર્યો રેકોર્ડ : ઉપસ્થિતીમાં શિવસેનાના સાંસદો આગળઃ સૌથી ખરાબ દેખાવ તૃણમુલના સાંસદોનો

નવી દિલ્હી, તા.૧૪: લોકસભા ચુંટણીમાં આ વખતે ૩૩૮ સાંસદો પરીથી ચુંટણી લડી રહ્યા છે. આ એવા સાંસદો છે, જેમની સંસદના કામકાજમાં સક્રિયતા બીજા કરતા વધારે રહી છે. કદાચ એ જ કારણે આ સાંસદો પોત પોતાના પક્ષની ટીકીટ મેળવવામાં સફળ થયા છે. પણ હવે એ જોવું રસપ્રદ બનશે કે પ્રજા આમાંથી કેટલા સાંસદોને ફરીવાર સંસદમાં પહોંચાડશે.

લોકસભા ચુંટણીનો હવે એક તબકકો બાકી છે. ૧૯મેના દિવસે છેલ્લુ મતદાન થવાનું છે અને ૨૩ મે એ પરિણામો આવવાના છે. ૧૬મી લોકસભાનો રેકોર્ડ જોઇએ તો ઓછામાં ઓછા બે ક્ષેત્રમાં આ લોકસભાના રાજયોએ સારો દેખાવ કર્યો છે. પીઆરએસ લેજીસ્ટલેટીવ્સ રીસર્ચના આંકડાઓ અનુસાર ૧પમી લોકસભાના સભ્યોની સરેરાશ હાજરી ૭૬ ટકા હતી. જેની સરખામણીમાં ૧૬મી લોકસભામાં સભ્યોએ સરેરાશ ૮૦ ટકા હાજરી નોંધાવી છે. સદનમાં વિભીજા બાબતો પર ચર્ચામાં ભાગ લેવાના આંકડા હાલની લોકસભા સભ્યોના વધારે રહ્યા છે.

જો કે લોકસભાની શરૂઆતના સમયની સરખામણીમાં તેના કામકાજનાં સમયમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. પહેલી ચાર લોકસભામાં સંસદના કામકાજનો સરેરાશ સમય ૩૫૪૯ કલાસ હતો, જયારે છેલ્લી ચાર લોકસભાઓમાં તે ઘટીને ૧૬૬૧ કલાક થઇ ગયો હતો.

હાલની લોકસભામાં બધા મુખ્ય રાજકીય પક્ષો (ઓછામાં ઓછા ૧૦ સંસદ સભ્યો હોય) માં શિવસેનાના સભ્યોની હાજરી સૌથી વધારે નોંધાઇ હતી અને સૌથી વધારે સવાલો તૃણમૂલ કોંગ્રેસનું રહ્યું હતું. મુખ્ય રાજકીય પક્ષોમાં ભાજપના સાંસદોનું પ્રદર્શન કોંગ્રેસ કરતા સારૂ રહ્યું હતું.

૧૬મી લોકસભામાં સૌથી સક્રિય સાંસદ ભાજપાના ભૈરોપ્રસાદ મિશ્રા હતા. ઉત્તરપ્રદેશના બાંદાનું પ્રતિનિધિત્વ કરતા મિશ્રાએ એક પણ સત્ર નહોતું ગુમાવ્યું.

રીપોર્ટ અનુસાર ચાર સાંસદોએ છેલ્લા પાંચ વર્ષોમાં સંસદના કુલ સત્રોમાંથી ૨૦ ટકાથી પણ ઓછામાં ભાગ લીધો હતો જયારે છ સાંસદો દરેક સમયમાં હાજર રહ્યા હતા.

(3:32 pm IST)