Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

દિલ્હીમાં દીકરીની છેડતીનો વિરોધ કરતા આઘેડ બિઝનેસમેનની હત્યા :દીકરો પણ ઘવાયો

યુવક અને તેના પિતાની ધરપકડ :બે સગીર બાળકો પણ હત્યાકાંડમાં સામેલ

નવી દિલ્હી : પશ્ચિમ દિલ્હીના મોતી નગર વિસ્તારમાં એક 52 વર્ષીય બિઝનેસમેનની  હત્યા થઇ છે આ આધેડે  પોતાની દીકરીની છેડતીનો વિરોધ કર્યો હતો. આ વાતને લઈને છોકરાઓએ તેમની હત્યા કરી નાખી હતી.આ બનાવમાં આધેડનો 19 વર્ષનો દીકરો પણ ઘાયલ થયો છે.

ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ (પશ્ચિમ) મોનિકા ભારદ્વાજના જણાવ્યા મુજબ આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને 20 વર્ષના યુવક અને તેના 45 વર્ષના પિતાની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા 45 વર્ષીય પિતાના અન્ય બે સગીર બાળકો પણ આ હત્યાકાંડ સાથે સંકળાયેલા છે.

 પોલીસના જણાવ્યા પ્રમાણે બિઝનેસમેન હોસ્પિટલ ખાતેથી ટુવ્હિલર પર પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે છોકરાઓએ તેની 27 વર્ષની દીકરી પર ગંદી કોમોન્ટ કરી હતી અને અશ્લીલ ઇશારા કર્યા હતા.

  દીકરીએ માથું દુઃખવાની ફરિયાદ કર્યા બાદ બિઝનેસમેન તેને હોસ્પિટલ લઈ ગયો હતો. દીકરીની છેડતી બાદ પિતાએ ગંદી હરકતો અંગે છોકરાઓના પિતા સમક્ષ ફરિયાદ કરી હતી

 . આ દરમિયાન યુવકો અને છોકરીના પિતા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદમાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા યુવકોએ છોકરીના પિતા સાથે મારપીટ કરી હતી

(3:45 pm IST)