Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

દેશની 765 એન્જિનિયરિંગ - મેનેજમેન્ટ કોલેજોને લાગ્યા તાળા

એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, ફાર્મસી અને આર્કિટેક્ચર જેવા કોર્સની 4.24 લાખ સીટો ઘટી

નવી દિલ્હી : દેશની 765 એન્જિનિયરિંગ-મેનેજમેન્ટ કોલેજો પર તાળા વાગ્યા બાદ 4.24 લાખ સીટો ઘટી છે  અખિલ ભારતીય ટેકનીકલ શિક્ષા પરિષદ (AICTE) હવે એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, ફાર્મસી અને આર્કિટેક્ચર જેવા કોર્સમાં માત્ર 32 લાખ, 9 હજાર સીટ ઉપર જ એડમિશન આપશે
   દેશની 237 કોલેજો પર એઆઈસીટીઈએ તાળા લગાવ્યા છે આ કોલેજો નિયમો પૂરા કરતાં અભ્યાસ નહોતી કરાવી રહી. બીજી તરફ  226 કોલેજે એવી પણ છે જેઓએ પોતાની કોલેજોમાં અભ્યાસ ચાલુ રાખવાનો ઇનકાર કરી દીધો છે
  આ કોલેજોનું કહેવું છે કે નિર્ધારિત સીટ ઉપર પણ તેમને સ્ટુડન્ટ નથી મળી રહ્યા. જેના કારણે કોલેજને ખર્ચ પણ નથી નીકળી રહ્યો. આ એવી કોલેજો છે જે 2019થી હવે પોતાને ત્યાં કોઈ નવું એડમિશન નહીં આપે.
જે કોલજો પર પરિષદે તાળા લગાવ્યા છે અને જેઓએ જાતે જ પોતાની કોલેજ બંધ કરી છે તેની સમગ્ર યાદી AICTEની વેબસાઇટ પર જોઈ શકાય છે.

 પરિષદ સાથે સંકળાયેલા એક્સપર્ટ જણાવે છે કે આ કોલેજો બંધ થવાથી દેશભરમાં એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, ફાર્મસી અને આર્કિટેક્ચર વગેરે કોર્સની 4.24 લાખ સીટો ઘટી ગઈ છે.પરંતુ, બીજા, ત્રીજા અને ચોથા વર્ષનો અભ્યાસક્રમ કોલેજ પહેલાની જ જેમ કરાવતા રહેશ. ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં 545 કોલેજો પર તાળા વાગ્યા હતા જેના કારણે 3.30 લાખ સીટો અલગ-અલગ કોર્સમાં ઓછી થઈ ગઈ હતી.
   ડો. બીઆર આંબેડકર યુનિવર્સિટીના પ્રોફેસર ડો. સંજીવ કુમારનું આ વિશે કહેવાનું છે કે, કોલેજો પર તાળા વાગવા અને સીટ ઓછી થવાનું સૌથી મોટું કારણ એ છે કે આપણે ત્યાં ચાલી રહેલા કોર્સ અપડેટેડ નથી. જેના કારણે તે કોર્સ ભણનારા સ્ટુડન્ટ્સને સારી નોકરીઓ નથી મળી શકતી. તેથી સ્ટુડન્ટ્સના એડમિશનમાં ઘટાડો નોંધાયો છે. જોકે, હવે એઆઈસીટીઈએ પગલાં ઉઠાવતા કેટલાક નવા કોર્સ સામેલ કર્યા છે અને જૂના કોર્સને અપડેટ કર્યા છે. પરંતુ આ પગલાં ઘણાં મોડા લેવામાં આવ્યા છે.

(12:47 pm IST)