Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

નિકાસકારો આનંદ

જુનથી ઓટોમેટેડ GST રિફંડ મળવા લાગશે

નવી દિલ્હી, તા. ૧૪ : ગૂડ્ઝ એન્ડ સર્વિસિસના નિકાસકારોની સાથે સેઝ યુનિટ્સના સપ્લાયરોને જૂનથી જીએસટી રિફંડ આપમેળે ટ્રાન્સફર થાય તેવી સંભાવના છે, મહેસુલ વિભાગ જીએસટી રિફંડ્સ માટે ફેસલેસ સ્ક્રુટિની અને વધારે ઝડપી કલેમ સેટલમેન્ટ રજૂ કરવાનું આયોજન કરી રહ્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. જીએસટીમાં 'ઝીરો-રેટેડ' સપ્લાઇઝ હેઠળ રિફંડ માટે કલેમ કરનાર વ્યકિત પાસે બે વિકલ્પો છે. તેણે બ્રોન્ડ/LUT હેઠળ ઇન્ટિગ્રેટેડ વેરાની ચુકવણી કર્યા વગાર નિકાસ કરી હોય અને એકયુમલેટેડ ઇનપુટ ટેકસ ક્રેડિટ (આઇટીસી)નો દાવો કર્યો હોય અથવા તો તેણે ઇન્ટિગ્રેટેડ ટેકસની ચૂકવણી કરીને નિકાસ કરી હોય અને રિફંડ માટે કલેમ કર્યો હોય.

હાલમાં ઓટોમેટિક રિફંડની સગવડ ફકત તેવા નિકાસકારો માટે ઉપલબ્ધ છે જેણે માલસામગ્રીની નિકાસ પેટે ઇન્ટિગ્રેટેડ ગૂડઝ એન્ડ સર્વિસીસ ટેકસ (આઇજીએસટી)ની ચૂકવણી કરી હોય. જીલએસટી નેટવર્ક (જીએસટીએન)માં સિસ્ટમને કસ્ટમ્સ સાથે જોડવામાં આવી હોવાથી રિફંડ સામાન્ય રીતે આ નિકાસકારોના ખાતામાં પખવાડીયામાં ટ્રાન્સફર થઇ જાય છે. પણ મેન્યુફેકચરિંગ એકસપોર્ટર્સ અને સેઝના સપ્લાયરો જે આઇટીનું રિફંડ માટે કલેમ કરે છે તેમણે એપ્લિકેશન ફોર્મ  GST RFD-01A ને કોમન પોર્ટલ પર ફાઇલ કરવું પડે છે અને તેના પછી જયુરિસડિકશનલ ઓફીસરને બીજા દસ્તાવેજો સાથે તેની પ્રિન્ટઆઉટ સુપરત કરવાની રહે છે.

એક વખત તેનો અમલ થયા પછી આ પ્રકારના રિફંડ મેળવવાનો સમય હાલમાં મહિનાઓનો છે તે ઘટીને માંડ પખવાડિયાનો થઇ જશે. મહેસુલ વિભાગ અને જીએસટીએન બધા નિકાસકારોને આગામી મહિનાથી ફેસલેસ ટેકસ રિફંડ મળી જાય તેના પર કામ કરી રહ્યા છે. તેના લીધે આ પ્રક્રિયા વધારે ઝડપી બનશે અને બનાવટી રિફંડને ડામવામાં મદદ મળશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. નિકાસકારોનું જીએસટી ટેકસ રિફંડ હજારો કરોડ રૂપિયામાં થાય છે અને નિકાસકારોના આ રિફંડના પ્રોસેસિંગમાં કોઇપણ પ્રકારના વિલંબના લીધે તેમની કાર્યશીલ મૂડીની જરૂરીયાત પર અસર પડે છે, કારણ કે નાણા ત્યાં અટવાયેલા રહે છે.

(11:40 am IST)