Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

લોન લઇને વિદેશ પ્રવાસનો ટ્રેન્ડ વધ્યો

ટ્રાવેલ લોનનું પ્રમાણ વધ્યું: ફરવાના રસિકો રૂ. ૩૦,૦૦૦ થી રૂ. ર,પ૦,૦૦૦ની લ્યે છે લોનઃ સરળતાથી ફાયનાન્સ મળે છેઃ ટોચની કંપનીઓ-બેંકો હોલીડે લોનની ઓફર પણ કરે છે

નવી દિલ્હી તા. ૧૪ :.. જગતભરની સફર કરવા માંગતી યુવા પેઢીમાં ટ્રાવેલ લોન લેવાનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. ભારતના પ્રવાસીઓ 'ગેમ ઓફ થ્રોન્સ'ના સેટની મુલાકાત લેવા અથવા તો પતાયામાં સ્કાયડાઇવિંગનું સ્વપ્ન પુરૃં કરવા માટે લોન લઇને બજેટની વ્યવસ્થા કરી રહ્યા છે. પ્રવાસીઓ રૂ. ૩૦,૦૦૦ થી લઇને રૂ. ર,પ૦,૦૦૦ સુધીની ટ્રાવેલ લોન લઇ રહ્યા છે.

થોમસ કૂક અને કોકસ એન્ડ કિંગ્સ જેવી ટ્રાવેલ કંપનીઓ કેટલાક સમયથી ગ્રાહકોને હોલિડે માટે લોનની ઓફર કરે છે જયારે ટૂર ઓપરેટર્સ જણાવે છે કે, યુવા પ્રવાસીઓની સંખ્યા વધવાથી અને બધું જ ઓન લાઇન થતું હોવાથી હોલિડે લોનનો ટ્રેન્ડ જોર પકડી રહ્યો છે. આને કારણે ડિજીટલ સ્ટાર્ટઅપને વેગ મળ્યો છે. પેટીએમ અને બિગબ્રેકસ સહિતની સ્ટાર્ટઅપ્સ તો છેલ્લા કેટલાક મહિનાથી ગ્રાહકોને ઇએમઆઇ સુવિધા પણ ઓફર કરવા લાગી છે.

ટ્રાવેલ એજન્ટ અને ગ્રાહક કેટલું જોખમ લઇ શકે છે તેના આધારે ૧૮ મહિના સુધીની લોન માટે ૯ ટકાથી ૧૩ ટકા વ્યાજદર લાગે છે અને કેટલાક કેસમાં તો શુન્ય ટકાએ પણ લોન મળે છે. છ મહિના પહેલા ટ્રાવેલ લોનની ઓફ શરૂ કરનારી ગુડગાંવ સ્થિત સ્ટાર્ટઅપ SanKash ને હવે દરરોજ ૧૦૦ લોન રિકવેસ્ટ મળી રહી છે. 'લોન મળતી હોવાથી ગ્રાહકો ડોમેસ્ટિક ટૂરને સ્થાને ઇન્ટરનેશનલ ટ્રાવેલ પ્લાન બનાવે છે અને એશિયાને સ્થાને યુરોપની ટ્રીપ નકકી કરે છે. લોનને  કારણે લોકો તેમની ઇચ્છા મુજબનું વેકેશન માણી શકે છે.' એમ SanKash ના સહસ્થાપક આકાશ દહિયાએ કહયું હતું. 'એગ્રીગેટર ભાગીદારીને કારણે દેશભરમાં અમારા પાર્ટનર્સની સંખ્યા, ૧,૦૦૦એ પહોંચી છે અને આવતા વર્ષ સુધીમાં ૧૦,૦૦૦એ  પહોંચાડવાની અમારી યોજના છે.  SanKashએ એપોલો ફિનવેસ્ટ અને ડીએમઆઇ ફાઇનાન્સ જેવી એનબીએચસીએસ સાથે ભાગીદારી કરી છે.'

ટાટા કેપિટલ અને બજાજ ફાઇનાન્સ સિવાય  SanKash  સાથે કામ કરતી કંપની થોમસ કૂકે 'હોલિડે બાસ્કેટ' નામની પ્રોડકટ લોન્ચ કરી છે, જેને ખરીદીને  મધ્યમ વર્ગનો ભારતીય પ્રવાસી અગાઉથી નકકી વિકલ્પો માટે પહેલેથી લોન લઇને બે વર્ષમાં બે ઓવરસીઝ અને બે ડોમેસ્ટિક ટ્રીપની મજા માણી શકે છે. થોમસ કૂક જણાવે છે કે, લોન લીધી હોવાથી પ્રવાસીઓએ આકસ્મિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી અને અચાનક વધી જતા ભાવની સમસ્યા પણ તેને કનડતી નથી. જેમ કે, તાજેતરમાં જેટ એરવેઝ બંધ થઇ જવાથી હવાઇ ભાડામાં તીવ્ર વધારો થઇ ગયો હતો અને ઘણા પ્રવાસીઓની યોજના પર પાણી ફરી વળ્યું હતું. થોમસ કૂકના પ્રેસિડન્ટ અને ગ્રુપ હેડ (માર્કેટીંગ, સર્વિસ કવોલીટી, વેલ્યુ એડેડ સર્વિસીસ અને ઇનોવેશન) અબ્રાહ્મ અલાપટ્ટ કહે છે કે, 'ટ્રાવેલ લોનની ઇન્કવાયરી કરનારા લોકોની સંખ્યામાં છેલ્લા કેટલાક વર્ષોમાં આક્રમક વૃધ્ધિ જોવા મળી છે. લોકોને હવે પ્રત્યેક પ્રોડકટ અને સર્વિસીસ માટે લોન લેવાની આદત પડી રહી છે. જેમ જેમ યુવા ગ્રાહકો વધતા જાય છે તેમ તેમ લોનનું પ્રમાણ વધી રહ્યું છે. અને હવે વેકેશન માટે પણ લોન લેવાનું ચલણ વધ્યું છે.'

કોકસ એન્ડ કિંગ્સને ત્યાંથી ફરવા જતા ૧ર ટકા પ્રવાસીઓ લોનનો વિકલ્પ પસંદ કરે છે જેની સંખ્યા બે-ત્રણ વર્ષ પહેલાં માત્ર પાંચ ટકા જ હતી. આ કંપનીના રિલેશનશિપ્સ હેડ કરણ આનંદ જણાવે છે કે, 'આની પાછળ કેટલાંક કારણો છે. હવે બેન્કો હોલિડે માટે પણ સરળતાથી લોન આપી દે છે. સામાન્ય રીતે, જે વ્યકિત હોલિડે પેકેજ પાછળ રૂ. પ૦,૦૦૦ કરતાં વધારે ખર્ચ કરી શકે એમ હોય તે હોલિડે લોનનો વિકલ્પ અપનાવે છે. તેમના ટૂર પેકેજ ચોકકસ હોતાં નથી. આવા લોકો હોલિડે માટે ખર્ચ કરવામાં કરકસર કરવામાં માનતા નથી.'

(11:25 am IST)
  • શેરબજારમાં આજે મંગલ... મંગલ... : ઇન્ટ્રા ડે સેન્સેકસ ૪પ૦ પોઇન્ટ અને નીફટી ૧૧૩૦૦ : મુંબઇ : આજે શેરબજારમાં હરીયાલીનો માહોલ : ચોતરફ વેચવાલી વચ્ચે ઇન્ટ્રા ડે સેન્સેકસ ૪પ૦ પોઇન્ટ અપ અને નીફટી પણ ૧૧૩૦૦ : બપોરે ર.૪પ કલાકે સેન્સેકસ ૩૬૪ પોઇન્ટ વધીને ૩૭૪પપ અને નીફટી ૧૧૩ પોઇન્ટ વધીને ૧૧ર૬૧ ઉપર છે : ડોલર સામે રૂપિયો ૭૦.૩૩ ઉપર ટ્રેડ કરે છે : આજે જેટ એરવેઝનો શેર ૧ર ટકા તુટયો access_time 3:33 pm IST

  • મમતા બેનર્જીના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મુકવા ભાજપની માંગણી :દિલ્હીમાં ભાજપના પ્રતિનિધિ મંડળે ચૂંટણી આયોગ સમક્ષ રજુઆત કરી ;ભાજપે આક્ષેપ કર્યો કે મમતા બેનર્જીએ ભાજપને નિશાન બનાવવા હિંસામાં સહભાગી થયા છે :તેણીએ ટીએમસીના કાર્યકરોને હુમલો કરવા ઉશ્કેર્યા હતા access_time 1:27 am IST

  • ગેરકાયદેસર ખાણોમાં થઇ રહેલ ખોદકામ ઉપર જામનગરમાં વનવિભાગે આજે દરોડા પાડી દોઢ લાખનું જનરેટર કબજે લીધું છે access_time 12:57 am IST