Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

ચૂંટણી લડતા ૩પપ વર્તમાન સાંસદોની સરેરાશ સંપત્તિ પ વર્ષમાં ૪૧ ટકા વધી

ભાજપે ૧૭પ અને કોંગ્રેસે ૧૬૪ દાગી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા : ભાજપના ૩૬૧ ઉમેદવારો કરોડપતિ છે

નવી દિલ્હી, તા. ૧૪ : ર૦૧૯માં ચૂંટણી લડી રહેલા ૩૩પ સંસદ સભ્યોની સરેરાશ સંપતિ ર૩.૬પ કરોડ રૂપિયા છે. ર૦૧૪માં આ સાંસદોની સરેરાશ સંપતિ ૧૬.૭૯ કરોડ રૂપિયા હતી. પાંચ વષમાં આ સાંસદોની સંપતિમાં ૬.૮૬ કરોડનો વધારો થયો.

એડીઆરે ૭૯ર૮ ઉમેદવારોના સોગંદનામાનું વિશ્લેષણ કર્યું છે. તેમાંથી રર૯૭ એટલે ર૯% ઉમેદવારોની સંપત્તિ ૭૯ ટકા અને કોંગ્રેસના ૪પ માંથી ૩ર એટલે કે ૭૧ ટકા ઉમેદવારો કરોડપતિ છે. બીએસપીના ૩૩ માંથી ૧૭ અને એસપીના ૯ માંથી ૭ ઉમેદવારોએ પોતાની સંપતિ એક કરોડથી વધારે હોવાનું જણાવ્યું છે. ૩૧ અપક્ષો પણ કરોડપતિ છે. ર૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ર૭ ટકા ઉમેદવારો કરોડપતિ હતા, જયારે તેની પહેલાની ર૦૦૯ની ચૂંટણીમાં ફકત ૧૬ ટકા ઉમેદવારો કરોડપતિ હતા.

સૌથી વધારે આશ્ચર્યજનક વાત હોય તો તે આ ચૂંટણીમાં આપરાધિક પૃષ્ઠભૂમિ ધરાવતા અપરાધીઓની હાજરી છે. આ વખતની ચૂંટણીમાં અત્યાર સુધીમાં સૌથી વધારે અપરાધીઓ ઉમેદવાર તરીકે ઉભા છે. આ ચૂંટણીમાં ૧પ૦૦ દાગી ઉમેદવારો ઉભા છે. ભાજપાએ ૧૭પ, કોંગ્રેસે ૧૬૪ અને બસપાએ ૮પ દાગીઓને ટીકીટો આપી છે.

(11:16 am IST)