Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

સલામતી દળોને મળી મોટી સફળતા

બે લાખના ઈનામવાળો ત્રાસવાદી જૈશનો માજીદ બાબા ઝડપાયો

શ્રીનગરથી ધરપકડ થયા બાદ હવે તેને દિલ્હી રિમાન્ડ માટે લઈ જવાશે

નવી દિલ્હી, તા. ૧૪ :. દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે જૈશ-એ-મોહમદના એક ફરાર ત્રાસવાદીને શ્રીનગરથી દબોચી લીધો છે. તેના પર બે લાખ રૂપિયાનું ઈનામ હતું. દિલ્હી પોલીસના જણાવ્યા પ્રમાણે સોપોર જિલ્લાના માગરેપોરા ગામમા રહેતો ત્રાસવાદી અબ્દુલ મજીદ બાબા અંગે બાતમી મળી હતી. તે પછી પોલીસે તેને ટ્રેક કરી તેની ધરપકડ કરી હતી. આ ત્રાસવાદી એક મામલામાં વોન્ટેડ હતો અને દિલ્હી હાઈકોર્ટે તેની વિરૂદ્ધ બીનજામીન લાયક વોરન્ટ જારી કર્યુ હતું. આ ત્રાસવાદીને શ્રીનગર કોર્ટ સમક્ષ રજૂ કરી બાદમાં રીમાન્ડ માટે દિલ્હી લવાશે.

૨૦૦૭માં દિલ્હીમાં પોલીસ અને ત્રાસવાદીઓ વચ્ચે શુટઆઉટ થયુ હતું ત્યારથી તે ફરાર હતો. તે જૈશ-એ-મોહમદ સાથે જોડાયેલો હતો અને તેના ઉપર બે લાખનું ઈનામ પણ જાહેર કર્યુ હતું. તે સતત ધરપકડથી બચતો હતો આખરે તેની ધરપકડ થતા પોલીસને એક મોટી સફળતા મળી છે.

 

(11:04 am IST)