Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

હવે સરકાર વેચશે સસ્તા એસી:બજારભાવથી સોંઘા અને બ્રાન્ડેડ એસી કરાવશે ઉપલબ્ધ :વીજબિલમાં થશે બચત

જુલાઇમાં માર્કેટ રેટથી 15 ટકા સસ્તા એસી કરાશે લોન્ચ :અને લાઈટબિલમાં 40 ટકાનો થશે ઘટાડો

 

નવી દિલ્હી ;ઉનાળાની કાળઝાળ ગરમીના રાહતના સમાચાર મળ્યા છે હવે સરકાર સસ્તા એસી બજારમાં ઉપલબ્ધ કરાવશે સરકાર માર્કેટ રેટથી 15 ટકા સસ્તા અને બ્રાન્ડેડ એસી ખરીદવાની તક આપશે. સરકારી કંપની EESL બજારમાં સસ્તા એસી લોન્ચ કરશે એસીની કિંમત બજેટ રેન્જમાં હશે સાથે વધારે લાઇટ બિલની ઝંઝટથી પણ છુટકારો અપાવશે.

  એસીને ઘરે બેઠા એક ક્લિક ઉપર ખરીદી શકો છો અને ઇચ્છો તો એક્સચેન્જ ઓફરનો ફાયદો પણ ઉઠાવી શકો છો. પોતાના જૂની AC બદલાવી પણ શકો છો. આનાથી તમારા લાઇટના બિલમાં લગભગ 35-40 ટકાનો ઘટાડો થશે. સરકારની સુવિધા આગામી દોઢ મહિનામાં આપવાની છે

    એલજી, પેનાસોનિક, બ્લૂ સ્ટાર, ગોદરેજ જેવી કંપનીઓ AC સપ્લાય કરવાની રેસમાં છે. ઓનલાઇન બુકિંગના 24 કલાકની અંદર એસી તમારા ઘરમાં લગાવવાની ગેરન્ટી પણ છે. માટે સરકારી કંપની EESL જુલાઈથી ગ્રાહકો માટે માર્કેટ પ્લેસ લોન્ચ કરશે

   અત્રે ઉલ્લેખનીય છે કે EESL એ જ કંપની જે દેશના ઘણા ઘરોમાં સસ્તા LED બલ્બ અને ટ્યૂબલાઇટ ઉપલબ્ધ કરાવે છે. હવે કંપનીનું લક્ષ્યાંક ઘરે-ઘરે સસ્તા એસી પહોંચાડવાનો છે. આ કંપનીએ સસ્તા ટ્યૂબલાઇટ અને પંખા વેચવાનું કામ વિજળી આપનાર કંપની Discom સાથે મળીને કર્યું હતું.
ગ્રાહકોને જુલાઈ સુધીમાં સસ્તા એસી મળવાના શરુ થઈ જશે. કંપનીએ આગામી વર્ષ સુધી 2 લાખ લોકોને એસી વેચવાનો ટાર્ગેટ રાખ્યો છે. આ એસીને એવા જ ગ્રાહકો ખરીદી શકશે જેના નામ ઉપર લાઇટનું કનેક્શન હશે

(12:00 am IST)