Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

અમેરિકામાં વતન તથા પરિવારનું ગૌરવ વધારતો ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ સાહિલ પટેલઃ હડસન કાઉન્ટી સ્કૂલ ઓફ ટેકનોલોજીના ૧૨મા ગ્રેડના સ્ટુડન્ટસસમાં ફર્સ્ટ રેન્કીંગ મેળવ્યું

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ તાજેતરમાં ૮મે ૨૦૧૯ના રોજ સિકોસસ મુકામે ૩૨મો વાર્ષિક હડસન કાઉન્ટી એકેડેમિક એચિવ રિકોગ્નીશન પ્રોગ્રામ યોજાઇ ગયો.

આ પ્રોગ્રામમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી હડસન કાઉન્ટી સ્કૂલ ઓફ ટેકનોલોજી હાઇ ટેક સ્કૂલના સ્ટુડન્ટ સિકોસસમાં રહેતા સાહિલ પટેલએ ૧૨મા ગ્રેડના સ્ટુડન્ટસમાં ફર્સ્ટ રેન્કીંગ મેળવી પરિવાર તથા વતનનું ગૌરવ વધાર્યુ છે.

તેવું સાહિલના દાદા શ્રી ભીખુભાઇ પટેલની યાદીમાં જણાવાયું છે.

વિશેષ માહિતી ૭૩૩,મિન્ની પ્લેસ, સિકોસસ કોન્ટેક નં.૨૦૧-૩૩૦-૦૭૦૬ (Resi) અથવા ૨૦૧-૬૭૯-૫૩૭૨ દ્વારા અથવા ઇમેલ bhikhu1932@yahoo.com દ્વારા મેળવી શકાશે. 

(12:00 am IST)
  • મમતા બેનર્જીના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મુકવા ભાજપની માંગણી :દિલ્હીમાં ભાજપના પ્રતિનિધિ મંડળે ચૂંટણી આયોગ સમક્ષ રજુઆત કરી ;ભાજપે આક્ષેપ કર્યો કે મમતા બેનર્જીએ ભાજપને નિશાન બનાવવા હિંસામાં સહભાગી થયા છે :તેણીએ ટીએમસીના કાર્યકરોને હુમલો કરવા ઉશ્કેર્યા હતા access_time 1:27 am IST

  • રાજકોટમાં ૩૯.૬ ડિગ્રી : ૨૦ કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવન access_time 3:33 pm IST

  • મણીશંકર ઐયરનો ફરી ધડાકોઃ મોદીને નીચ આદમી કહ્યા હતા તે બરાબર હતું, એક લેખમાં તેમણે પોતાના ૨૦૧૭ના નિવેદનને યોગ્ય ઠેરવ્યો access_time 11:34 am IST