Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

હિન્દી લેંગ્વેજ ઓર ઇન્ડિયન સિંગીંગ કલાસઃ તબલા, હારમોનિયમ, તથા કિ બોર્ડ સાથે ગાયન વાદનની પ્રેકટીસ અથવા હિન્દી ભાષા લખતા,વાંચતા, અને બોલતા શીખવાની તકઃ અમેરિકામાં ભારતીય સંસ્કૃતિના જતન માટે દેસી રૂટસ દ્વારા કરાયેલું આયોજનઃ ૩૦મે ૨૦૧૯ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લેનારને વિનામૂલ્યે પ્રવેશ

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં દેસી રૂટસ સ્કૂલ ઓફ ઇન્ડિયન મ્યુઝીક એન્ડ હિન્દી લેંગ્વેજ કલાસીસના ઉપક્રમે ભારતીયોની ભાવિ પેઢી તથા પુખ્તો માટે હિન્દી લેંગ્વેજ અથવા ઇન્ડિયન સિંગીંગ કલાસનું આયોજન કરાયું છે.

આ સમરમાં યોજાનારા કલાસ માટે ૩૦મે ૨૦૧૯ના અંત સુધી ફ્રી રજીસ્ટ્રેશન કરાવી શકાશે. જે માટે કોન્ટેક નં.૪૬૯-૫૫૪-૮૫૫૮ દ્વારા અથવા www.tinyurl.com નો સંપર્ક સાધવા જણાવાયું છે.

કલાસમાં હિન્દુસ્તાની તથા લાઇટ સિંગીંગ તબલા, હારમોનિયમ, તેમજ કિ બોર્ડ સાથે ગાયન વાદનની પ્રેકટીસ કરાવાશે. ઉપરાંતિ હિન્દી ભાષા લખી-વાંચી તેમજ બોલતા શીખવવા માટે કલાસનું આયોજન કરાયું છે.

વીક ડે ઇવનીંગ દરમિયાન પુખ્ય વયનાઓ માટે તથા બાળકો માટે અલગ વીક એન્ડ બેચીસ યોજાશે.

(12:00 am IST)
  • મમતા બેનર્જીના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મુકવા ભાજપની માંગણી :દિલ્હીમાં ભાજપના પ્રતિનિધિ મંડળે ચૂંટણી આયોગ સમક્ષ રજુઆત કરી ;ભાજપે આક્ષેપ કર્યો કે મમતા બેનર્જીએ ભાજપને નિશાન બનાવવા હિંસામાં સહભાગી થયા છે :તેણીએ ટીએમસીના કાર્યકરોને હુમલો કરવા ઉશ્કેર્યા હતા access_time 1:27 am IST

  • ચોમાસા પહેલા પ્રિ-મોન્સુન એકશન પ્લાન અંગે આવતીકાલે બેઠકઃ મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે યોજાશે બેઠકઃ એનડીઆરએફ સહિતની ડિફેન્સ એજન્સીઓ, આરોગ્ય સિંચાઇ સહિતના વિભાગોના અધિકારી રહેશે હાજરઃ પુરની પરિસ્થિતને પહોંચી વળવા થશે ચર્ચા access_time 11:22 am IST

  • મણીશંકર ઐયરનો ફરી ધડાકોઃ મોદીને નીચ આદમી કહ્યા હતા તે બરાબર હતું, એક લેખમાં તેમણે પોતાના ૨૦૧૭ના નિવેદનને યોગ્ય ઠેરવ્યો access_time 11:34 am IST