Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

કમલ હાસનના 'હિંદુ આતંકી'વાળા નિવેદન પર ભાજપ લાલઘૂમ :ધરપકડ કરવા માંગણી

સંવેદનશીલ મુદ્દે બકવાસ કરવો ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન છે

ભારતીય જનતા પાર્ટીએ અભિનેતા-નેતા કમલ હાસન દ્વારા નાથુરામ ગોડસે વિશે કરવામાં આવેલી ટિપ્પણી પર ધરપકડની માંગ કરી છે. રવિવારે કમલ હાસને એક રેલીમાં કહ્યુ હતુ કે મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથુરામ ગોડસે સ્વતંત્ર ભારતનો પહેલો આતંકવાદી હતો.લોકસભા ચૂંટણીમાં હિંદુ મુસ્લિમ રાજકારણ વિશે છેડાયેલી ચર્ચે કમલ હાસને એક નવી હવા આપી છે.બાદ ભાજપ તરફથી તેમના આ નિવેદ પર આકરી પ્રતિક્રિયા આવી છે.

મક્કલ નિધિ માઈમ (એમએનએમ)ના નેતા કમલ હાસનની ભાજપે ચૂંટણી કમિશનને ફરિયાદ કરી છે. ભાજપનું કહેવુ છે કે કમલ હાસને આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યુ છે. ભાજપે આરોપ લગાવ્યો કે નેતા ધર્મના નામે બે સમૂહો વચ્ચે તિરાડ પાડવાની કોશિશ કરી રહ્યા છે.

  તમિલનાડુ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એકમની અધ્યક્ષ તમિલિસાંઈ સુંદરરાજને સોમવારે ટ્વીટ કરીને કહ્યુ કે સંવેદનશીલ મુદ્દે બકવાસ કરવો ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. અમે આશા રાખીએ છીએ કે નફરત ભરેલા ભાષણ સામે ચૂંટણી કમિશન દેશના કાયદા મુજબ કાર્યવાહી કરશે.

(12:00 am IST)