Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

ગોલ્ડ જ્વેલરીના નિકાસકારોને હવે સોનાની શૂન્ય જકાતે આયાતની સુવિધા મળશે નહીં

નિકાસ પૂર્વે સોનાની ડ્યૂટી ફ્રી ઇમ્પોર્ટ બંધ કરવા લેવાયો નિર્ણય

 

નવી દિલ્હી : ગોલ્ડ જ્વેલરીના નિકાસકારોને હવે સોનાની શૂન્ય જકાતે આયાતનો લાભ મળશે નહીં. સરકારે સોનાના દાગીનાની નિકાસને પ્રોત્સાહન આપવા માટે શૂન્ય જકાતે આયાત કરવાની યોજનાનો દૂરુપયોગ રોકવા માટે સુવિધા બંધ કરવાનો નિર્ણય લીધો છે. નિકાસ પૂર્વે સોનાની ડ્યૂટી ફ્રી ઇમ્પોર્ટ બંધ કરવા માટે ડિરેક્ટરો જનરલ ઓફ ફોરેન ટ્રેડે ગત સપ્તાહે જાહેર નોટિસ જારી કરી હતી.જો કે નાના નિકાસકારોની મુશ્કેલીઓ ઘટાડવા માટે ગોલ્ડ જ્વેલરીની ફેર-નિકાસ માટે ચાર મહિનાનો સમય આપ્યો છે.

  અલબત્ત જેમ્સ-જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ જે ગોલ્ડ-બુલિયન, ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝનું પ્રતિનિધિત્વ કરે છે તે પણ બાબતે કોઇ વાંધો ઉઠાવ્યો નથી. જ્યારે નિયમથી નાના જ્વેલર્સ-નિકાસકારોને મોટું નુકસાન થવાની ભીંતિ સેવાઇ રહી છે

   જો કે ફેબ્રુઆરીમાં નીરવ મોદી અને મેહુલ ચોક્સી દ્વારા પીએનબીમાં કરોડોના કૌભાંડની ઘટના બહાર આવ્યા બાદ જેમ્સ-જ્વેલરી ઉદ્યોગ પહેલાંથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે ત્યારે સરકારના નવા અંકુશથી ઉદ્યોગોને મોટો ફટકો પડશે.

(11:46 pm IST)