Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

21મીએ રશિયાના સોચીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને રાષ્ટ્રપતિ વ્લામિદીર પુતિન વચ્ચે અનૌપચારિક બેઠક

 

નવી દિલ્હી:ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સાથે ચીનની વુહાનમાં અનૌપચારિક શિખર બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હવે રશિયામાં રાષ્ટ્રપતિ વ્લામિદીર પુતિનની સાથે અનૌપચારિક બેઠક કરશે. વડાપ્રધાન મોદી અને રશિયા રાષ્ટ્રપતિની મુલાકાત 21 મે રશિયાના સોચીમાં થશે.

 

  પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુતિનની વચ્ચે થવા જઇ રહેલી અનૌપચારિક શિખર બેઠક બંને દેશોની વચ્ચે નિયમિત રીતે ઉચ્ચ સ્તરીય વાર્તાલાપની પરંપરા હેઠળ થઇ રહી છે. બંને નેતા આંતરરાષ્ટ્રીય સમસ્યા પર વ્યાપક ચર્ચા કરશે. ઉપરાંત બંને નેતા દ્વિપક્ષીય સમસ્યા અને રાષ્ટ્રીય વિકાસની પ્રાથમિક્તા વાળા મુદ્દા પર પણ ચર્ચા કરશે

 

(9:57 pm IST)