Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

વૈષ્ણોદેવી મંદિર માટે નવો રસ્તોઃ ૧૯મીએ નરેન્દ્રભાઇના હસ્તે પ્રારંભ

જમ્મુ, તા.૧૪: વેષ્ણોદેવી મંદિર સુધી જવા માટે રવિવારથી ૭ કિ.મી. લાંબો નવો રસ્તો શ્રદ્ધાળુઓ માટે શરૂ કરાયો છે. બાણ ગંગાથી અર્ધકુમારી સુધીના આ રસ્તા પર ઘોડા અને ખચ્ચર પર પ્રતિબંધ રહેશે.

૬ મીટર પહોળબ રસ્તા પરનો ઢોળાવ પણ આરામદાયક છે.  તારાકોટ માર્ગ નામનો આ નવો રસ્તો હવન પૂજા સાથે શરૂ કરાયો હતો. ૧૯ મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું ઔપચારિક રીતે ઉધ્ઘાટન કરશે. આ રસ્તા પર કોઇ સીડી નથી. લપસી ન જવાય તે માટે વિશેષ ટાઇલ્સ લગાવાઇ છે. રસ્તામાં બે ભોજનાલય અને ૭ ટોઇલેટ બ્લોક છે. યાત્રીઓને મફત પાણી અપાશે. દર ૪૦૦થી ૫૦૦ મીટરના અંતરે પાણીના ૧૬ એટીએમ લગાવાયા છે. ૨૪ કલાક તબીબી સેવા પણ શ્રદ્ધાળુઓને ઉપલબ્ધ બનાવાશે.

(3:59 pm IST)