Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી દર ચાર માસની ટોચે :2,47 ટકાથી વધીને 3,18 ટકાએ પહોચ્યોં

મુંબઈ : ક્રૂડના ઉંચા ભાવને પગલે ભારતમાં મોંઘવારી નાણાંકીય વર્ષ 2018-19ના પ્રથમ કવાર્ટરમાં ફરી માજા મૂકશે તેવી રીઝર્વ બેંકની ચેતવણી સાચી પડી રહી છે. ભારતની મધ્યસ્થ બેંક આગામી સમયમાં મોંઘવારી દરમાં વધારો થશે તેવી આશંકા સેવી રહી હતી ત્યારે માર્કેટ એક્સપર્ટસ આ ચિંતા વિશે શંકા ઉપજાવી રહ્યાં હતા પરંતુ, હવે આવી રહેલા આંકડા RBIની તરફેણમાં જોવા મળી રહ્યાં છે.

   આજે જાહેર થયેલ જથ્થાબંધ મોંઘવારી દરના આંકડા ચાર મહિનાના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા છે. એપ્રિલ માસનો WPI ઈન્ડેકસ અગાઉના મહિનાના 2.47%થી વધીને 3.18%ના લેવલે પહોંચ્યું છે. 3%ની ઉપરની જથ્થાબંધ મોંઘવારી 2018માં પ્રથમ વખત જોવા મળ્યો છે.

  આ સિવાય ફેબ્રુઆરીનો રીવાઈસ્ડ WPI ફુગાવો દર 2.48%થી વધીને 2.74% રહ્યો છે. એપ્રિલ ફૂડ આર્ટિકલ ઈન્ફલેશન માર્ચના -0.29%થી વધીને 0.87% રહ્યો જ્યારે ખાદ્ય ફુગાવો માર્ચના -0.07%ની સામે 0.67% રહ્યો છે.

  પ્રાઈમરી આર્ટિકલ્સ ઈન્ફલેશન ગત મહિને 1.41%ના દરે રહ્યું છે, જે અગાઉના મહિને 0.24% હતુ. ઉત્પાદિત વસ્તુઓની મોંઘવારી માર્ચના 3.03%થી વધીને 3.11% રહી છે.

જરૂરી વસ્તુઓના મોંઘવારીના આંકડા :

  • શાકભાજી મોંઘવારી દર માસિક ધોરણે -2.07%થી વધીને -0.89% રહ્યો
  • જથ્થાબંધ ખાંડ મોંઘવારી -10.48%થી વધીને એપ્રિલમાં -15.56% રહ્યો
  • ડુંગળીના ભાવ હવે આંસુ નહિ અપાવે કારણકે તેનો મોંઘવારી દર 42.22%થી ઘટીને ગત મહિને 13.62% રહ્યો છે.
  • ફ્યુલ પ્રાઈસ ઈન્ફલેશનમાં 100% સુધીનો ઉછાળો જોવા મળ્યો છે, તે માર્ચના 4.7%ના આંકની સામે ગત મહિને 7.85%ના લેવલે પહોંચ્યું છે.
  • પ્લસ ઈન્ફલેશન ઈન્ડેકસ -20.58%ની સામે -22.46% રહ્યો અને બટાકાનો મોંઘવારી દર હવે ભારે પડી રહ્યો છે, MoM બેઝિસ પર તે 43.25%થી ઉછળીને 67.94% રહી
  • એપ્રિલ કોર ઈન્ફલેશન રેટ માર્ચના 3.60%ના દરે જ યથાવત જોવા મળ્યો છે.
(1:26 pm IST)