Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

ચિદમ્બરમના નામે ૩૦૦ કરોડની વિદેશમાં સંપત્તિઃ અમિતભાઇ

નાણામંત્રીના વિદેશમાં ર૧ બેન્ક ખાતા અને ૧૪ દેશોમાં મિલ્કતો હોવાનો ધડાકોઃ ચિદમ્બરમ આખા પરિવાર ઉપર મોટી પનોતી ઝળુંબે છે

નવી દિલ્હી તા. ૧૪ :.. યુપીએ સરકારમાં નાણામંત્રી રહેલા પી. ચિદમ્બરમને લઇને ભાજપ દ્વારા આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. જેમાં ભાજપને વિદેશમાં સંપતિ મુદ્ે પી. ચિદમ્બરમને કોંગ્રેસના નવાઝ શરીફ ગણાવ્યા છે. ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ અને કોંગ્રેસને નિશાને લેતા કહ્યું છે કે, કાળા નાણાનાં કાયદા મુજબ અવેધ સંપતિ અને વિદેશમાં બેંક ખાતાને લઇને પી. ચિદમ્બરમ અને તેમના પરિવાર સામે આરોપનામુ દાખલ કરવામાં આવ્યું છે.

આવકવેરા વિભાગના કહેવા પ્રમાણે યુપીએ સરકારમાં મંત્રી રહેલા પી. ચિદમ્બરમ પાસે ૩ અબજ ડોલરની અવૈધ સંપતિ છે.

વળતા જવાબમાં ચિદમ્બરમે કટાક્ષમાં કહ્યું હતું કે, દિલ્હીમાં એવી ચર્ચા છે કે, સિતારમણને સંરક્ષણ ખાતામાંથી હવે આવકવેરા વિભાગના વકીલની જવાબદારી સોંપી દેવાશે.

અમિતભાઇ શાહે પણ ચિદમ્બરમ સામે આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, યુપીએ સરકાર દરમિયાન સોનિયા ગાંધી તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ અને તે સમયના નાણામંત્રી ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં કાળા નાણાંની તપાસ માટે એસઆઇટીનું ગઠન કેમ ન કર્યુ તેનું કારણ ચિદમ્બરમની કથિત અવૈધ સંપતિ હોવાનું સ્પષ્ટ થઇ રહ્યું છે. એસઆઇટીનું ગઠન કરીને યુપીએ સરકાર પોતાના ઉપર દોષ કેવી રીતે લગાડી શકતી હતી. જેથી નરેન્દ્રભાઇ મોદીએ વડાપ્રધાન પદ સંભાળતાની સાથે જ કાળા નાણા મામલે તપાસ શરૂ કરાવી હતી.

આ સાથે રક્ષામંત્રી નિર્મલા સીતારમણે પ્રહાર કરતા ચિદમ્બરમ ઉપર જામીન ઉપર બહાર ફરી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ટિપ્પણી કરી શકે કે એકશન લઇ શકે તેવી સ્થિતિમાં જ નથી.

તેમણે ઉમરેલ કે ચિદમ્બરમના વિદેશમાં ર૧ બેન્ક ખાતા છે. ઉપરાંત ૧૪ દેશોમાં તેમની મિલકતો છે. (પ-૩)

(4:11 pm IST)