Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

ગુજરાત ઉત્તરપ્રદેશને ૨૫૦૦૦ રેમડેસિવર ઈન્જેક્શન આપશે

ઉત્તર પ્રદેશમાં બેફામ બનતો કોરોના : ગુજરાત રાજ્યમાં પણ લોકો રેમડેસિવર માટે રઝળપાટ કરી રહ્યા છે તેમ છતાં સરકારે મદદની જાહેરાત કરી

લખન્નો, તા. ૧૪  : યુપીમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે અને્ હવે યુપીમાં પણ રેમડેસિવિર ઈન્જેક્શનની જરુર પડી રહી છે. આ ઈન્જેક્શન હવે ગુજરાતમાંથી મંગાવવામાં આવ્યા છે.

જાણકારી પ્રમાણે ગુજરાતમાંથી ઈન્જેક્શન લેવા માટે યુપી સરકારે રાજ્યનુ  પ્લેન અમદાવાદ મોકલ્યુ છે. જે આજે સાંજ સુધીમાં ઈન્જેક્શન લઈને લખનૌ પહોંચશે. યુપીમાં પણ હાલમાં આ ઈન્જેક્શન માટે ફાંફા છે. ખુદ યુપીના સીએમ યોગી આદિત્યનાથના કાર્યાલયે સોશિયલ મીડિયા પર જાણકારી આપતા કહ્યુ હતુ કે, મુખ્યમંત્રીએ અમદાવાદથી ૨૫૦૦૦ રેમડેસિવિર ઈન્જેક્શન ઉપલબ્ધ કરાવવાના આદેશ આરોગ્ય વિભાગને આપ્યા છે. જે પ્રમાણે સ્વાસ્થ્ય વિભાગના અધિકારી વિમાન દ્વારા આજે જ રેમડેસિવિર ઈન્જેક્શન લેવા ગુજરાત પહોંચી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની સારવારમાં રેમડેસિવિર ઈન્જેક્શન બહુ જ કારગર હોવાનો દાવો થઈ રહ્યો છે. જેના કારણે આ ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. ગુજરાતમાં લોકો આ ઈન્જેક્શન માટે ઠેર ઠેર રઝળપાટ કરી રહ્યા છે.

(9:39 pm IST)