Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

ઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા (ઓસીઆઈ) કાર્ડ ધરાવતા 80 કાર્ડધારકોની સુપ્રીમ કોર્ટમાં પિટિશન : સરકાર વિરુદ્ધ પોતાનો મત વ્યક્ત કરી શકવાનો અધિકાર છીનવાઈ ગયો હોવાની રાવ

ન્યુદિલ્હી : ઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા (ઓસીઆઈ) કાર્ડ ધરાવતા 80 કાર્ડધારકોએ સુપ્રીમ કોર્ટમાં પિટિશનઃ દાખલ કરી છે.જેમાં જણાવાયા મુજબ સરકાર વિરુદ્ધ  પોતાનો મત વ્યક્ત કરી શકવાનો અધિકાર છીનવાઈ ગયો હોવાની રાવ કરી છે.

પિટિશનમાં જણાવાયા મુજબ અરજદારોએ કહ્યું છે  કે સીટીઝન એક્ટની   કલમ 7D ડી કોઈપણ કાયદાનું ઉલ્લંઘન કરવા પર અથવા ભારતના બંધારણમાં અસલામ બતાવવા બદલ ઓસીઆઈની નોંધણી રદ કરવાની  કેન્દ્રને મંજૂરી આપે છે.

ઓસીઆઈ એ એવી વ્યક્તિઓ છે કે જેમની પાસે વિદેશી દેશનો પાસપોર્ટ હોય છે, પરંતુ જન્મથી  અથવા માતાપિતાના જીન્સથી  ભારત સાથે તેના જોડાણો છે. તેમની પાસે ભારતીય નાગરિકત્વ અથવા ભારતીય પાસપોર્ટ નથી.

સીટીઝન એક્ટની  કલમ 7D ડી (બી) સરકારને કોઈ વ્યક્તિની ઓસીઆઈ નોંધણી રદ કરવાની મંજૂરી આપે છે જો તેઓ ભારતના બંધારણમાં અસહિષ્ણુતા બતાવે છે અને કલમ D ડી (બી ) કોઈપણ કાયદાનું ઉલ્લંઘન કરવા માટે ઓસીઆઇ નોંધણી રદ કરવાની મંજૂરી આપે છે. કલમ 7D ડી અંતર્ગતની  આ બંને જોગવાઈઓ મનસ્વી છે અને ઓસીઆઈની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર કઠોર  અસર કરે છે .

ઉપરાંત તેમને દેશમાં સંશોધન અને પત્રકારત્વના કાર્ય સહિતના કેટલાક વ્યવસાયોમાં જોડાવા ઉપર પ્રતિબંધ મૂકાયો છે.ભારતમાં ઘણા OCIs રહે છે અને વેરો ચૂકવે છે . તેવી રજુઆત કરી હોવાનું  ધ.ડબલ્યુ.દ્વારા જાણવા મળે છે.

(7:36 pm IST)
  • ઓરિસ્સામાં કોરોના વેક્સિનની અછત : રાજ્યના 11 જિલ્લાઓમાં રસીકરણ અભિયાન સ્થગિત કરાયું : ઓરિસ્સાના 30 જિલ્લાઓમાંથી 11 જિલ્લાઓમાં વેક્સિનની તંગીને કારણે રસીકરણ અટકી ગયું access_time 1:03 am IST

  • હોલમાર્ક વગરના સોના - ઝવેરાત અંગે સરકારનો મોટો નિર્ણય : 1 જૂનથી વેચી નહીં શકાય : સરકારે મંગળવારે કહ્યું છે કે તે 1 જૂન 2021 થી ગોલ્ડ જ્વેલરી અને ઉત્પાદનો માટે ફરજિયાત હેલમાર્કિંગ લાગુ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ગોલ્ડ હોલમાર્કિંગ કિંમતી ધાતુની શુદ્ધતા માટેનું પ્રમાણપત્ર છે અને હાલમાં સ્વૈચ્છિક છે. access_time 12:16 am IST

  • પટણા એઈમ્સ હોસ્પિટલમાં આઈ.એ.એસ.અધિકારીને પ્રવેશ મળી શકે છે તો નિવૃત ફૉજીને કેમ નહીં ? : પટણામાં કોરોનાથી પીડિત નિવૃત્ત સૈન્ય અધિકારીનું એમ્બ્યુલન્સમાં મોત : નેશનલ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી આવી રહ્યા છે તેવું બહાનું કાઢ્યું : પટણા એઇમ્સે ભરતી કરવાનો ઇનકાર કર્યો : નિવૃત ફૌજીના મોતે આરોગ્ય તંત્ર સામે સવાલો ઉભા કરી દીધા access_time 8:59 pm IST