Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

લખનૌમાં કોરોના બેકાબુ!લાશોના ઢગલા

ઉત્તર પ્રદેશમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી સ્થિતિ કરવા ભાજપ સાંસદ કૌશલ કિશોરની માંગઃ ચૂંટણી આયોગને લખ્યો પત્રઃ કોરોનાએ હાહાકાર મચાવ્યોઃ અનેક જિલ્લાઓમાં સ્થિતિ ખરાબઃ લખનૌમાં લોકડાઉન લાદવું પડે તેવી સ્થિતિઃ લખનૌના મોહનલાલ ગંજથી ભાજપના સાંસદે કહ્યું-કોરોના બેકાબુ છે, હજારો પરિવારો ઝપટે ચડયા છે, સ્મશાનમાં લાશોના ઢગલા છે, ત્યારે ચૂંટણી નહીં લોકોના જીવ બચાવવા જરૂરી છે.

(4:07 pm IST)
  • રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસીએશન દ્વારા ૩ દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. તા. ૧૬ એપ્રિલથી ૧૮ એપ્રિલ ૨૦૨૧ સુધી રાજકોટમાં ૭૦૦ જેટલા ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓ તેનું બુકીંગ તથા ડિલીવરી બંધ રાખશે તેવુ રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસીએશનના પ્રમુખ હસુભાઈ ભગદેએ અકિલાને જણાવ્યુ હતું. વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવશે કે જેથી લોકોને જીવન - જરૂરીયાત વસ્તુઓની તંગી મહેસુસ ન થાય. ટ્રાન્સપોર્ટમાં આવેલ લોકોની જીવન જરૂરીયાતની વસ્તુઓની ડિલીવરી પણ સમયસર કરી આપવામાં આવશે તેવું પણ જણાવાયુ છે. access_time 12:35 pm IST

  • રાજકોટમાં ગરમીમાં આંશિક ઘટાડોઃ ૩૯ ડીગ્રીઃ પવનની ગતિ ૮ કિ.મી. access_time 4:06 pm IST

  • સુરત શહેર જિલ્લામાં આજે બપોર સુધીમાં : નવા ૪૨૭ કેસ નોંધાયા જેમાં સુરત શહેરના ૩૪૨ અને જિલ્લાના ૮૫ access_time 1:17 pm IST