Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

૧૮૪૩૭૨ કેસ : ૧૦૨૭ મોત : એકટીવ ૧૩ લાખ ઉપર

કોરોનાની સુનામી આવી : ૨૪ કલાકમાં તૂટયા બધા રેકોર્ડ

કુલ કેસ ૧,૩૮,૭૩,૮૨૫: કુલ મૃત્યુઆંક ૧,૭૨,૦૮૫ : ૨૪ કલાકમાં સાજા થયા ૮૨,૩૩૯: કુલ વેકસીનેશન ૧૧,૧૧,૭૯,૫૭૮

નવી દિલ્હી તા. ૧૪ : ભારતમાં કોરોના સંક્રમણ બેકાબુ રફતાર ચાલુ છે. દેશમાં કોરોનાના દર્દીઓ અને મોતના આંકમાં સતત વધારો થઈ રહ્યો છે. પહેલી વાર દેશમાં રેકોર્ડ ૧,૮૨,૩૭૨ કેસ આવ્યા છે. ભારતમાં કોરોનાના એકિટવ મામલા હવે ૧૩ લાખને પાર થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસોમાં દેશમાં સતત દોઢ લાખથી વધારે કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૨૭ લોકોના મોત થયા છે.

ગત ૨૪ કલાકમાં ૧,૮૪,૩૭૨ લાખથી વધારે નવા કેસ આવ્યા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા ૧,૩૮,૭૩,૮૨૫ ઉપર પહોંચી ગઈ છે. જયારે ૧ હજારથી વધારે મોત થતા કુલ મોતનો આંક ૧,૭૨,૦૮૫ ઉપર પહોંચી ગયો છે. ગત દિવસોમાં સતત પોઝિટિવ આવનારા મામલાની સાથે કોરોનાથી સાજા થનારાના દરમાં ઘટાડો થયો છે.

ગત ૨૪ કલાકમાં આવેલા કુલ કેસ- ૧,૮૪,૩૭૨, ગત ૨૪ કલાકમાં થયેલી મોત - ૧૦૨૭, ગત ૨૪ કલાકમાં સાજા થનારા કેસ- ૮૨,૩૩૯, ભારતમાં કુલ કેસનો આંકડો - ૧,૩૮,૭૩,૮૨૫, દેશમાં મરનારાનો આંકડો- ૧,૭૨,૦૮૫, દેશમાં કુલ સાજા થનારા નો આંકડો- ૧,૨૩,૩૬,૦૩૬, દેશમાં એકટીવ કેસ ૧૩,૬૫,૭૦૪ થયા છે.

કોરોના પર કાબુ મેળવવા માટે મહારાષ્ટ્રમાં આજ રાત ૮ વાગ્યાથી કડક નિયમો લાગૂ થશે. મહારાષ્ટ્રમાં બ્રેક ધ ચેન નામનુ અભિયાન હેઠળ ૧૫ દિવસ સુધી કલમ ૧૪૪ લાગૂ રહેશે. આ દરમિયાન ફકત જરૂરી સેવાઓ માટે ઘરની બહાર નિકળી શકશો.

આ શહેરોમાં સૌથી વધારે દૈનિક કોરોના કેસ

દિલ્હી ૧૩, ૪૬૮, મુંબઈ- ૯૯૮૬, બેંગલુરૂ- ૬૩૮૭, ચેન્નાઈ-૨૧૦૫ કોરોના કેસ નોંધાયા છે.

(10:59 am IST)