Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

કોરોનાના નિયંત્રણોથી બ્યુટીપાર્લરનાં બિઝનેસની માઠી

લગ્ન સહિતના સમારોહમાં પ્રતિબંધોને કારણે બુકિંગ ધડાધડ કેન્સલ થઇ રહ્યા છે

નવી દિલ્હી,તા. ૧૪: સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસનું ફેલાતુ સંક્રમણ અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અને ભીડ ભેગી નહીં કરવાનું જણાવવામાં આવી રહ્યું છે. ત્યારે લગ્નપ્રસંગમાં પણ ઓછા મહેમાનોની હાજરી જોવા મળી રહી છે. તેવામાં મેકઅપ અને બ્યુટી પાર્લરના બિઝનેસ પર ભારે અસર પડી છે. કારણકે, કોરોનાકાળમાં મહિલાઓ તેમના એડવાન્સ બુકિંગ પણ કેન્સલ કરાવી રહી છે.

જયાં એકબાજુ દેશના દ્યણાં શહેરોમાં કોરોના વાયરસના કારણે રાત્રિ કર્ફયુ લાગુ કરાયો છે અને ભીડ એકત્રિત થવા પર નિયમો કડક કરાયા છે ત્યારે આગામી દિવસોમાં આયોજિત લગ્નપ્રસંગોના સમય, બજેટમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. આ કારણે લગ્નપ્રસંગ સાથે જોડાયેલા મેકઅપ અને બ્યુટી પાર્લરના બિઝનેસ પર ભારે અસર પડી છે.

આ વિશે વાત કરતા દિલ્હીમાં મેકઅપ અને બ્યુટી પાર્લરના બિઝનેસ સાથે સંકળાયેલા એક વ્યકિતએ જણાવ્યું કે મેકઅપનો બિઝનેસ ધીમો પડી ગયો છે. અત્યાર સુધીમાં ૨૦થી ૩૦ ટકા બુકિંગ કેન્સલ થઈ ગયા છે. કોરોનાકાળમાં લોકોને એવું નથી સમજાઈ રહ્યું કે લગ્નમાં આમંત્રણ મળશે કે નહીં? સરકારની ગાઈડલાઈન્સ શું હશે? કેટલા મહેમાનો માટેની પરમિશન મળશે? આ જોતા હવે બ્યુટી પાર્લરના એડવાન્સ બુકિંગ પણ કેન્સલ થઈ રહ્યા છે. જો લગ્નની સિઝનમાં જ કમાણી નહીં થાય તો અમારી કમાણી પર કેવી અસર પડશે?

મેકઅપ અને બ્યુટી પાર્લરના બિઝનેસ સાથે સંકળાયેલા વ્યકિતના જણાવ્યા મુજબ, જો મહિલાઓ લગ્નપ્રસંગમાં હાજરી નહીં આપે અને મેકઅપ નહીં કરાવે તો અમારા બિઝનેસને નુકસાન થશે. જે પુરુષો અત્યાર સુધી સલૂનમાં ફેશિયલ અને બ્લીચ કરાવતા હતા તેઓ હવે માત્ર હેરકટ અને શેવિંગ કરાવી રહ્યા છે. જો સલૂનમાં વેઈટિંગ જોવા મળે તો કસ્ટમર ત્યાંથી બીજે જતા રહે છે. સલૂનમાં ડિસ્પોઝેબલ આઈટમ્સની ડિમાન્ડ વધતા કોસ્ટિંગ પણ મોંદ્યું થયું છે.

દિલ્હીમાં બ્યુટી પાર્લર અને મેકઅપના બિઝનેસ સાથે સંકળાયેલી યુવતીએ જણાવ્યું કે કોરોનાના કારણે અમારો બિઝનેસ ધીમો પડી ગયો છે. અમારા ત્યાં કામ કરતા સ્ટાફનો ખર્ચો પણ નીકળી રહ્યો નથી. જયાં કોરોના પહેલા દરરોજ ૨૫-૩૦ કલાયન્ટ્સ આવતા હતા ત્યારે હવે ઘટીને ૫થી ૬ લોકો આવે છે. ખર્ચા વધ્યા છે અને સામે કમાણી થઈ રહી નથી.

(10:14 am IST)
  • ૧૫ ઍપ્રિલથી શરૂ થનાર ધોરણ ૧૦ની પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ, કોરોના કાળમાં શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય access_time 1:18 pm IST

  • પટણા એઈમ્સ હોસ્પિટલમાં આઈ.એ.એસ.અધિકારીને પ્રવેશ મળી શકે છે તો નિવૃત ફૉજીને કેમ નહીં ? : પટણામાં કોરોનાથી પીડિત નિવૃત્ત સૈન્ય અધિકારીનું એમ્બ્યુલન્સમાં મોત : નેશનલ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી આવી રહ્યા છે તેવું બહાનું કાઢ્યું : પટણા એઇમ્સે ભરતી કરવાનો ઇનકાર કર્યો : નિવૃત ફૌજીના મોતે આરોગ્ય તંત્ર સામે સવાલો ઉભા કરી દીધા access_time 8:59 pm IST

  • રામાનંદ સાગરની ઐતિહાસિક ટીવી શ્રેણી 'રામાયણ' નું પ્રસારણ સ્ટાર ભારત પર ફરી દરરોજ સાંજે 7 વાગ્યે કરવામાં આવશે તેમ જાણવા મળે છે. access_time 4:58 pm IST