Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

યુ.કે.ના પ્રિન્સ હેરીએ મારી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું : પંજાબી યુવતીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા : તમારું આ દિવાસ્વપ્ન છે : કોઈએ પ્રિન્સનું ફેક આઈડી બનાવી તમને વચન આપ્યું હશે : પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટે યુવતીની અરજી ફગાવી

પંજાબ : યુ.કે.ના પ્રિન્સ હેરીએ મારી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું તેવી અરજ સાથે પંજાબની એક યુવતીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.જેના અનુસંધાને નામદાર કોર્ટે જણાવ્યું હતું કે તમારું આ દિવાસ્વપ્ન છે .કોઈએ પ્રિન્સનું ફેક આઈડી બનાવી તમને વચન આપ્યું હશે તેવું જણાવી નામદાર કોર્ટે યુવતીની અરજી ફગાવી દીધી હતી.

અરજદારના  વકીલે કોર્ટમાં  રૂબરૂ હાજર થઈને પ્રિન્સ હેરી સામે કાયદેસરની કાર્યવાહીની માંગણી કરી હતી અને યુનાઇટેડ કિંગડમ પોલીસ સેલ તેની સામે કાર્યવાહી કરે તેવી માંગણી કરી હતી. કારણ કે અરજદાર સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હોવા છતાં, તેમનું વચન પૂરું થયું ન હતું.

કોર્ટે પૂછ્યું હતું કે અરજદારે ક્યારેય યુનાઇટેડ કિંગડમની યાત્રા કરી  છે કે કેમ, તો તેનો જવાબ  નકારાત્મક હતો . તેણે સોશિયલ મીડિયા દ્વારા રાજકુમાર સાથે વાતચીત કરી હોવાનું જણાવ્યું હતું.

તેણે એવો દાવો પણ કર્યો હતો કે તેણે પ્રિન્સ ચાર્લ્સને સંદેશા પણ મોકલ્યા હતા કે તેનો પુત્ર પ્રિન્સ હેરી તેની સાથે સગાઇ કરી રહ્યો છે.

અરજદારે નકલી વાતચીતને સાચી માની છે તેથી કોર્ટ માત્ર અરજદાર પ્રત્યે સહાનુભૂતિ જ બતાવી શકે છે  .તેમ જણાવી અરજી ફગાવી દીધી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:30 pm IST)