Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

યુવકે મોદીને મત આપવા માટે ઓસ્ટ્રેલિયામાં નોકરીને છોડી

કર્ણાટકના યુવાને મતદાન માટે તૈયારી કરી : મતદાનની તારીખ ઉપર રજા મળી શકશે નહીં તેવું લાગતા ઓસ્ટ્રેલિયામાં એરપોર્ટ ઉપર નોકરી કરનારે નોકરી છોડી

મેંગ્લોર, તા. ૧૪ : કર્ણાટકના મેંગ્લોરમાં વડાપ્રધાન મોદીએ હાલમાં જ એક સભા સંબોધી હતી તે વખતે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા પરંતુ આ તમામ વચ્ચે એક પ્રસંશકે તમામનું ધ્યાન ખેંચ્યું હતું. કર્ણાટકના આ યુવાને મોદીને મત આપવા માટે ઓસ્ટ્રેલિયામાં પોતાની નોકરી છોડી દીધી છે. સુધિન્દ્ર હેબબાર નામના ૪૧ વર્ષના આ યુવાને સિડનાી એરપોર્ટ પર ખુબ સારી નોકરી મત આપવા માટે છોડી દીધી છે. સિડની એરપોર્ટ પર સ્ક્રિનિંગ ઓફિસર તરીકે કામ કરી રહેલા આ યુવાને નોકરી છોડી દીધી છે. મતદાનની તારીખ ઉપર રજા મળી શકશે નહીં તેવી માહિતી મળી ગયા બાદ પોતાની નોકરી પરથી રાજીનામુ આપી દીધુ છે. સુરથકલના નિવાસી સુધિન્દ્રએ કહ્યું છે કે, પાંચમી એપ્રિલથી ૧૨મી એપ્રિલ સુધી રજા મળી હતી. આ ગાળા દરમિયાન તે રજાને આગળ વધારી શકતો ન હતો. કારણ કે આવનાર દિવસોમાં ઇસ્ટર અને રમઝાનના કારણે વિમાની મથક ઉપર ભારે ભીડ રહેનાર હતી. તે કોઇપણ કિંમતે મત આપવા માટે ઇચ્છુક હતો. આજ કારણસર રાજીનામું આપીને ઘરે પરત ફરવાનો નિર્ણય કર્યો છે. સુધિન્દ્ર એમબીએ કરી ચુક્યો છે. તેનું કહેવું છે કે, સિડનીમાં દુનિયાભરના લોકો આવે છે જેમાં યુરોપિયન અને પાકિસ્તાની પણ હોય છે જ્યારે આ લોકો કહે છે કે, ભારતનું ભવિષ્ય ખુબ ઉજ્જવળ દેખાઈ રહ્યું છે ત્યારે તેને ગર્વની લાગણી થાય છે. ભારતની ઇમેજ બદલાઈ ગઈ છે.  ૨૩મી મેના દિવસે ચૂંટણી પરિણામ બાદ આ યુવક ફરી ઓસ્ટ્રેલિયા જશે.

(8:08 pm IST)