Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

બિહારમાં મહાગઠબંધન 'જાદુકી છડી' છેઃ કોગ્રેસ નેતા શત્રુધ્નસિંહા

પટના : નેતા બનેલા અભિનેતા અને તાજેતરમાં કોંગ્રેસમાં જોડાનાર શત્રુધ્નસિંહાને વિશ્વાસ છે કે તેઓ પટના સાહિબ સંસદીય બેઠક પરથી સતત ત્રીજી વખત લોકસભાની ચૂંટણી જીતશે. શત્રુધ્નસિંહાએ જણાવ્યુ હતુ કે ર૦૧૪ ની લોકસભા ચૂંટણી કરતા આ વખતે મારા વિજયની સરસાઇ ઘણી વધુ હશે.

કોંગ્રેસમા તાજેતરમાં જોડાનાર શત્રુધ્નસિંહા સામે પટનાસાહિબ સંસદીય ક્ષેત્ર પરથી કેન્દ્રીય નાણા પ્રધાન અને ભાજપના ઉમેદવાર રવિશંકર પ્રસાદ ચૂંટણી લડી રહ્યા છે. શત્રુધ્નસિંહાએ જણાવ્યુ હતુ કે રવિશંકર પ્રસાદ મારા કૌટુંબિક મિત્ર છે પરંતુ હુ તેમને પરાજિત કરીશ એવો મારો વિશ્વાસ છે. શત્રુધ્નસિંહા લોકસભાની ચૂંટણીમા બિહારમા મહાગઠબંધનની કામગીરી અંગે ઉજળી આશા ધરાવે છે. પક્ષોનુ ગઠબંધન આ વખતે અંધારિયા પરિણામો આપશે બિહાર મહાગઠબંધનમા જે પક્ષો સામેલ થયા છે તેમા રાષ્ટ્રીય જનતાદળ, કોંગ્રેસ, રાષ્ટ્રીય લોકસમતા પાર્ટી, હિન્દુસ્તાન અવામી મોરચા અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા(એમ) લીબરેશનનો સમાવેશ થાય છે.શત્રુધ્નસિંહાએ મહાગઠબંધનની પ્રશંસા કરતા જણાવ્યુ હતુ કે બિહારમાં મહાગઠબંધન હાલ બિહારની જાદુઇ છડી જેવું દેખાય છે.

 

(12:43 pm IST)