Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

મસ્જિદો પર આંતકવાદી હુમલા બાદ ન્યુઝીલેન્ડમાં હથિયાર રાખવાને ગેરકાયદેસર ઘોષિત કરતું બિલ પસાર

વેલિંગ્ટન : ન્યુઝીલેન્ડમાં ક્રાઇસ્ટ ચર્ચમાં બે મસ્જિદ પર થયેલા આંતકવાદી હુમલા બાદ એક મહિના કરતા પણ ઓછા સમયમાં દેશની સંસદમાં સૈમ્ય શૈલીના હથિયાર રાખવા પર બિન કાયદાકીય હોવાની ઘોષણ કરી બિલ પસાર કર્યુ છે.

અહેવાલ મુજબ ન્યુઝીલેન્ડની સાંસદમાં ૧૧૯-૧ મતોથી એક બિલ પસાર કર્યુ છે. પ્રસ્તાવિત બિલમાં ઓટોમેટિક અને સેમી ઓટોમેટિક હથિયારો રાખવાને ગેરકાયદે ગણાવ્યું છે અને વર્તમાન બંદુકોને સુધારા કરીને કામ આવનારા ઉપકરણોને પણ પ્રતિબંીધત કરી દેવામાં આવ્યા છે. દેશની સંસદમાં આંતકવાદને રોકવા માટે એક કડક પગલુ લીધું છે. ન્યુઝલેન્ડની જનતા અને વડાપ્રધાન જેસિન્ડા એર્ડર્નના આંતકવાદ વિરૂદ્ધ અપનાવેલ વલણને દુનિયાભરમાં આવકારવામાં આવ્યા છે.

(12:14 pm IST)