Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

જેટ એરવેઝના મુદ્દાઓ અને પ્રશ્નોની સમીક્ષા કરવા ઉડ્ડયન સચિવને આદેશ કર્યો : સુરેશ પ્રભુ

નવી દિલ્હી :  નાગરિક ઉડ્યન સુરેશ પ્રભુએ ૧૦ કરતા ઓછા વિમાનોથી ઓપરેટ થઇ રહેલી જેટ એરવેઝના લગતા મુદ્દાઓની સમીક્ષા કરવા માટે નાગરિક ઉડ્ડયન સચિવ પ્રદિપસિંહ ખસેલાને આદેશ આપ્યો હતો. જેટ એરવેઝ હાલ માત્ર ૧૦ કરતા ઓછા વિમાનોથી ઓપરેટ થઇ રહી છે. સુરેશ પ્રભુએ ટવીટ કર્યુ હતું કે નાગરિક ઉડડયન મંત્રાલયના સચિવને જેટ એરવેઝને લગતા મુદ્દાઓની સમીક્ષા કરવા આદેશ કર્યો. તેમને પ્રવાસીઓની અગવડતા ઘટાડવા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલા લેવા પણ જણાવ્યું છે.

એરલાઇન ઉદ્યોગવ સુત્રોના જણાવ્યા અનુસાર જેટ એરવેજ માત્ર ૯ પ્લેન ઓપરેટ કરશે જેમાં બે બોઇંગ ૭૩૭ અને ૭ રીજીયોનલ જેટ એટીઆરએસનો સમાવેશ થાય છે.

(12:11 pm IST)