Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

જમ્મુ કાશ્મીરમાં ફરીવાર આતંકવાદી હુમલાનું એલર્ટ

જમ્મુ શ્રીનગર હાઈવે રવિવાર અને બુધવારે બંધ રહે છે : આતંકવાદીઓ શ્રીનગર હાઈવે પર મોટા હુમલાને અંજામ આપી શકે: સુરક્ષા એજન્સીનો રીપોર્ટ

જમ્મુ: જમ્મુ કાશ્મીરમાં ફરીવાર આતંકવાદી હુમલાનું એલર્ટ આપવામાં આવ્યુ. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા પ્રમાણે આતંકવાદીઓ શ્રીનગર હાઈવે પર મોટા હુમલાને અંજામ આપી શકે. જેથી હાઈવે પર સુરક્ષા વધારી સેનાને એલર્ટ કરવામાં આવી. મળતી માહિતી મુજબ આતંકવાદીઓ મોટર સાયકલનો ઉપયોગ કરી હુમલાને અંજામ આપી શકે છે.

 

આતંકવાદી હુમલાના એલર્ટના પગલે હાઈવે પર સેનાના કાફલાને રોકી દેવામાં આવ્યો છે. જમ્મુ શ્રીનગર હાઈવે રવિવાર અને બુધવારે બંધ રહે છે. જેથી આતંકવાદીઓ હાઈવે પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે, આ પ્રકારનો નિર્ણય ત્યારે લેવામાં આવ્યો જ્યારે 14મી ફેબ્રુઆરીએ આતંકવાદીઓએ સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો. જેમા સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. જે બાદ જમ્મુ શ્રીનગર હાઈવે પર સુરક્ષા વધારવામાં આવી છે.­­

(11:35 am IST)