Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

હેમામાલિનીનો પ્રચાર કરવા ધર્મેન્દ્ર મથુરામાં : જાટ બહુમતીવાળા વિસ્તારમાં ત્રણ સભા સંબોધિત કરશે

રાજનાથ સિંહ પણ મથુરાના ચૈમુહામાં સભા સંબોધશે : હી-મેન સભાની સાથે રોડ શો પણ કરશે

 

મથુરાઃ ભાજપના ઉમેદવાર હેમા માલિની માટે તેમના પતિ અને બોલીવુડ અભિનેતા ધર્મેન્દ્ર ચૂંટણી પ્રચાર કરશે. તેઓ ત્રણ વિધાનસભા વિસ્તારમાં જાટ બહુમતીવાળા વિસ્તારમાં સભાઓ કરશે જયારે સોમવારે ગૃહપ્રધાન રાજનાથ સિંહ પણ મથુરાના ચૈમુહામાં એક સભા સંબોધિત કરશે

ભાજપના સૂત્રો મુજબ પૂર્વ  સાંસદ તથા ફિલ્મી દુનિયામાં 'હી-મૈન'ના નામથી જાણીતી પીઢ અભિનેતા ધર્મેન્દ્ર પાર્ટી ઉમેદવારના સમર્થનમાં આયોજીત થનારી સભાઓને સંબોધિત કરવા માટે મથુરા પહોંચી રહ્યાં છે

(9:54 am IST)