Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

''કાસ્ટીંગ વોટ''કાયદાને અનાથ બનાવી દેનારોઃ કોમ્પીટીશન એકટની સેકશન ૨૨(૩) હવે ગેરબંધારણીય તથા રદ ગણવા લાયકઃ કાર મેન્યુફેકચર્સ દ્વારા આફટર સેલ્સ સર્વિસ એગ્રીમેન્ટના ભંગ બદલ CCIએ લાદેલી ૨૫૪૪ કરોડ રૂપિયાની પેનલ્ટીના વિવાદ અંગે દિલ્હી હાઇકોર્ટનો ચૂકાદો

ન્યુ દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટએ કોમ્પીટીશન એકટ ૨૦૦૨ની સેકશન ૨૨(૩)ને ગેરબંધારણીય અને રદ ગણવા લાયક ઠરાવી છે, તેમજ ૨૦૧૭ની સાલના સુધારા પહેલાની સેકશન ૫૩E ને પણ ગેરબંધારણીય તથા રદ કરવા લાયક ગણાવી છે. જે સુપ્રિમ કોર્ટના આખરી નિર્ણયને આધારિત ગણાવેલ છે.

ઉપરાંત કોમ્પિટીશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI)માં હાલમાં ખાલી તેવી તમામ જગ્યાઓ ૬ મહિનામાં ભરી દેવાનો કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે.

કોમ્પીટીશન એકટની અમુક જોગવાઇએ વિરૂધ્ધ અમુક ઓટો પ્રોડયુશર્સ દ્વારા કરયેલી પિટીશન અંગે જસ્ટીસ શ્રી એસ.રવિન્દ્ર ભટ્ટના નેતૃત્વ સાથેની બેન્ચએ ઉપરોકત ચૂકાદો આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે કાર મેન્યુફેકચરર્સને આફટર સેલ સર્વિસ નહીં આપવા માટે જવાબદાર ગણી ૨૫૪૪ કરોડ રૂપિયાની પેનલ્ટી ફટકારવા સામે કોમ્પીટીશન એકટના આર્ટિકલ ૧૪નો ભંગ થયો હોવા અંગે દાદ માંગવામાં આવી હતી. તથા કોમ્પીટીશન એકટની સેકશન ૨૨(૩)હવે ગેરબંધારણીય તથા રદબાતલ થઇ ગઇ હોવાનું જણાવાયું હતું.

જેમાં CCI પ્રેસિડન્ટના કાસ્ટીંગ વોટની જોગવાઇ છે. જે કેસની મડાગાંઠ ઉકેલવા માટે CCI પ્રેસિડન્ટના કાસ્ટીંગ વોટના ઉપયોગ અંગે છે. તેથી તે અમુક કિસ્સામાં જરૂરી પણ છે. તેમ છતાં CCI મેમ્બર્સની બેન્ચમાં ફેરફાર થાય ત્યારે ફાઇનલ હીચરીંગ માટે જુની બેન્ચની કાર્યવાહી નવી બેન્ચ આગળ  ધરાવી શકે છે. તેમ છતા CCI બેન્ચના મેમ્બર્સએ વોક આઉટ અને વોક ઇન પ્રેકટીસ અટકાવી દેવી જોઇએ તથા વચગાળાના વિરામ અટકાવી દેવો જોઇએ તેમ જણાવ્યું હતું. તથા તેમાં ઓછામાં ઓછા પાંચ મેમ્બર હાજર હોવા જોઇએ તેમ જણાવ્યું હતું. નામદાર કોર્ટએ અરજદારોને CCI ઓર્ડર વિરૂધ્ધ ટ્રિબ્યુનલ સમક્ષ અપીલ કરવા માંગતા હોય તો તે માટે ૬ સપ્તાહનો સમય આપ્યો છે તેવું ગ્ એન્ડ ગ્ દ્વારા જાણવા મળે છે.

(9:28 pm IST)