Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

રામપુરમાં મારી અશ્લીલ તસ્વીર અપાઈ છતાં સપા નેતા વિરૂદ્ધ કોઈપણ કાર્યવાહી નહિ ;જયાપ્રદાનું દર્દ

રામપુરમાં જનસભામાં આઝમખાન પર જયાપ્રદાએ કર્યા પ્રહાર

નવી દિલ્હી :ઉત્તર પ્રદેશના રામપુરથી ભાજપના ઉમેદવાર જયા પ્રદાએ સપા નેતા આઝમ ખાનને આડે હાથે લીધા હતા  રામપુરમાં એક જનસભામાં જયા પ્રદાએ જણાવ્યુ હતુ કે આઝમ ખાનને મે મારા ભાઈ કહ્યા. પરંતુ તેમણે બહેનના નામે મને માત્ર બદદુઆ આપી. આઝમ ખાને હમેશા મારૂ અપમાન કર્યુ. આઝમ ખાને મારા પર હુમલો પણ કરાવ્યો પરંતુ આ હુમલામાં મારો બચાવ થયો.

     જયાએ વધુમાં કહ્યુ કે રામપુરમાં મારી અશ્લીલ તસ્વીર લોકોને આપવામાં આવી રહી છે. તેમ છતા સપાના નેતા વિરૂદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. ગત દિવસે આઝમ ખાને જણાવ્યુ હતુ કે મારી દુશ્મન ઘણા શક્તિશાળી છે. સત્તા હાંસલ કરવા માટે મારી વિરૂદ્ધ ષડ્યંત્ર રચવામાં આવી રહ્યુ છે. રામપુરની જનતા માટે 18 ટકા કામ કરીએ છીએ તેમ છતા અમારી વિરૂદ્ધ ભાજપ દ્વારા દુષપ્રચાર કરવામાં આવે છે.

(12:00 am IST)