Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

ડિગ્રી વિવાદમાં જેટલી કુદયા :કહ્યું એમએ કર્યા વગર રાહુલ ગાંધીને એમફિલની ડિગ્રી કેવી રીતે મળી ગઈ !!

નવી દિલ્હી :કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીના ડિગ્રી વિવાદ બાદ નાણા પ્રધાન અરૂણ જેટલીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ડિગ્રી અંગે સવાલ ઉઠાવ્યા છે અરૂણ જેટલીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, એમએ કર્યા વગર રાહુલ ગાંધીને એમફિલની ડિગ્રી કેવી રીતે મળી. રાહુલ ગાંધીએ માસ્ટર ડિગ્રી મેળવ્યા વગર એમફિલનો અભ્યાસ કર્યો.

   આજે રાહુલ ગાંધીની ડિગ્રી અંગે કોઈ વાત કરી રહ્યું નથી. રાહુલ ગાંધી પોતાની ડિગ્રી અંગે મહિનાઓ પહેલા ભૂલને સ્વિકારી ચુક્યા છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે સ્મૃતિ ઈરાનીના સોગંદનામા બાદ રાહુલના સોગંદનામા અંગે પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ 2004 અને 2009માં સોગંદનામામાં જણાવ્યું હતું કે, તેમણે ટ્રિનિટી કોલેજમાંથી ડેવલોપમેન્ટ ઈકોનોમિક્સમાં એમફિલ કર્યુ છે. જ્યારે 2014માં રાહુલ ગાંધીએ ડેવલોપમેન્ટ સ્ટડીઝમાંથી એમફીલ કર્યુ હોવાનો સ્વિકાર કર્યો હતો. જેથી રાહુલ ગાંધી ફરિવાર ભાજપના નિશાને આવ્યા છે.

 
(12:00 am IST)