Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

પશ્ચિમ બંગાળમાં ફરી રાજકારણ ગરમાયુ : રામનવમીએ બાઇકરેલીને મંજૂરી નહિ :વિહિપના કાર્યકરોમાં ભારે રોષ

હથિયારોની પ્રદર્શન નહિ કરવા અને આદેશોનું કડક પાલન કરવા ખાતરી :રાજ્યમાં વિહિપની નાની મોટી ૭૦૦ રેલી કાઢવાની યોજના

કોલકતા :પશ્ચિમ બંગાળમાં ફરી રાજકારણ ગરમાયુ છે કોલકતા પોલીસે રામનવમીના અવસરે VHPના કાર્યકર્તાઓને બાઇક રેલી શરૂ થાય તે પહેલા થોડા સમય અગાઉ જ બાઇક રેલી કાઢવાની મંજૂરી નહીં આપતા મામલો ગરમાયો છે. બાઇક રેલીની મંજૂરી ન મળતા VHP કાર્યકરોમાં રોષ ફેલાયો છે.

  પોલીસે રેલીને રોકતા VHP સદસ્યોએ રામની તસ્વીર અને ભગવા ઝંડા સાથે સ્થાનિક રેલી યોજવાની કોશિશ કરી હતી. VHPની આ રેલી દક્ષિણ બંગાળમાં મોટા પાયે નીકળવાની હતી. VHPએ જણાવ્યું કે આ વખતે રેલીમાં હથિયારોનું પ્રદર્શન જરા પણ કરવામાં નહીં આવે.

 

  VHP ના સંગઠન સચિવ સચિન્દુનાથ સિંહાએ જણાવ્યું કે અમારી સંસ્થાની આ કાયદેસરની રેલીમાં પોલીસે આપેલા આદેશોનું કડક પાલન કરવામાં આવશે અને આ રેલીમાં કોઇ હથિયારનું પ્રદર્શન પણ કરવામાં નહીં આવે. તેમણે જણાવ્યું કે દક્ષિણ બંગાળમાં વિહિપની નાની મોટી ૭૦૦ રેલી કાઢવાની યોજના છે.

  હાલ ચૂંટણી હોવાથી ઉત્તર બંગાળમાં ઓછી રેલી યોજવામાં આવશે. વિહિપની આ રેલીને ભાજપ સાથે જોડવામાં આવે છે. તાજેતરમાં જ પ.બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જીએ કહૃયું હતું કે ભાજપ ચૂંટણીમાં સાંપ્રદાયિક વાતાવરણ જોઇ પોતાના પક્ષની તરફેણમાં વાતાવરણ બનાવવા ઇચ્છે છે.

(12:00 am IST)