Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

ઘરેલુ હિંસા તથા સેકસી હુમલાઓનો ભોગ બનતી સાઉથ એશિઅન મહિલાઓ માટે કાર્યરત સંસ્થા ''દયા'': યુ.એસ.ના હયુસ્ટનમાં ૩૧ માર્ચના રોજ ''દયા ડે'' ઉજવાયોઃ પીડિત મહિલાઓને મદદરૂપ થવા ફંડ રેઇઝીંગ પ્રોગ્રામનું આયોજન કરાયું

હયુસ્ટનઃ યુ.એસ.માં ઘરેલુ હિંસા અને સેકસી હુમલાનો ભોગ બનતી મહિલાઓ માટે કાર્યરત 'દયા'ના ઉપક્રમે ૩૧ માર્ચ ૨૦૧૯ના રોજ હયુસ્ટનમાં 'દયા ડે'ઉજવાઇ ગયો જે અંતર્ગત ફંડ રેઇઝીંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.

હિંસા તથા સેકસી હુમલાઓ ભોગ બનતી મહિલાઓને રક્ષણ આપવા કાયદાકિય લડત આપવા તેમજ આરોગ્ય સેવા ઉપરાંત આશ્રય આપવા કાર્યરત દયાના ઉપક્રમે યોજાઇ ગયેલા આ પ્રોગ્રામમાં પીડિત મહિલાઓએ પોતાના અનુભવો વર્ણવી તેમને મળેલી મદદનું વર્ણન કર્યુ હતું.

પીડિત મહિલાઓને મદદરૂપ થવા ૪ લાખ ડોલર ભેગા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હોવાનું IAN દ્વારા જાણવા મળે છે.

(8:39 pm IST)