Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

ચીન-યાંગઇ-4 લૂનાર યાનના માધ્‍યમથી ચંદ્ર પર બટેટાની ખેતી કરવાની યોજના બનાવી રહ્યું છે : આ પ્રોજેકટ ર૦ યુનિવર્સિટીની મદદ વડે તૈયાર કરાયો

નવી દિલ્‍હી :  ચીન પોતાના યાંગઇ-4 લૂનાર યાનના માધ્‍યમથી ચંદ્ર પર ખેતી કરવાની યોજના બનાવી રહ્યું છે. આ પ્રોજેકટ ર૦ યુનિવર્સિટીની મદદથી તૈયાર કરાયો છે.

પ્રાપ્ત માહિતિ અનુસારચાંગઈ-4 લૂનારયાનના માધ્યમથી ચીન વર્ષે ચંદ્ર પર બટાટા, એક પ્રકારના ખાસ બીજ અને રેશમના કિડાના અંડાણુઓ મોકલવાની વાત પર વિચાર વિમર્સ કરી રહ્યુ છે. જેના માટે ચીન ચંદ્ર પર બટાટા મોકલશે.ચંદ્ર પર જૈવિક સંશોધનની પ્રથમ પહેલ છે. પ્રોજેક્ટનુ નામ લૂનાર મિની બયોસ્ફેયર રાખવામાં આવ્યુ છે. જે પ્રોજેક્ટને ચીનની 20 યુનિવર્સીટીઓ દ્વારા સાથે મળીને તૈયાર કરવામાં આવ્યો છે.

મિશનનુ નેતૃત્વ ચાંગકિંગ યુનિવર્સિટી કરી રહી છે જે દક્ષીણ-પશ્ચિમ ચીનમાં આવેલ છે. બધા બીજને ટીનમાંથી બનેલ એક ડબ્બામાં મોકલવામાં આવશે. ટીનના ડબ્બાની લંબાઈ 18 સેન્ટમીટર છે અને પહોળાઈ 16 સેન્ટીમીટર છે.અત્રે ઉલ્લેખનીય છે કે ટીનને ખાસ એલ્યુમિનિયમ એલોયમાંથી બનાવવામાં આવ્યુ છે. હવે આવનારા સમયમાં જોવાનુ છે કે ચીનનો પ્રોજેક્ટ કેટલો સફળ થાય છે.

(12:43 am IST)