Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

યુ.એસ.માં ‘‘આર્ય સમાજ ગ્રેટર હ્યુસ્‍ટન''નો ર૭ મો વાર્ષિક સ્‍થાપના દિવસ ઉજવાયો : ૭ તથા ૮ એપ્રિલ ર૦૧૮ દરમિયાન કરાયેલી ઉજવણીમાં વોકથોન, યોગ, યજ્ઞ, પ્રવચન હેલ્‍થ ફેર તથા સાંસ્‍કૃતિક કાર્યક્રમોના આયોજનો કરાયા

હ્યુસ્‍ટન : યુ.એસ.માં ‘‘આર્યસમાજ ગ્રેટ હ્યુસ્‍ટન''નો ર૭ મો વાર્ષિક સ્‍થાપના દિવસ તાજેતરમાં ૭ તથા ૮ એપ્રિલ ર૦૧૮ દરમિયાન ઉજવાઇ ગયો.

ભારતના સપૂત મહર્ષિ દયાનંદ સરસ્‍વતીએ ૧૦ એપ્રિલ ૧૮૭પના રોજ મુંબઇ મુકામે આર્યસમાજની સ્‍થાપના કરી હતી. જેની હજારો શાખાઓ દશ-વિદેશમૌં ફેલાયેલી છે. જે પૈકીની ગ્રેટર હ્યુસ્‍ટનની શાખાએ ર૭ માં વાર્ષિક સ્‍થાપના દિન નિમિત્તે ૭ તથા ૮ એપ્રિલ દરમિયાન વિવિધ કાર્યક્રમોના આયોજનો કર્યા હતા.

જે મુજબ ૭ એપ્રિલના રોજ પ કિ.મી.ની વોકથોનનું આયોજન કરાયું હતું તથા બાદમાં યોગા તથા બ્રેકફાસ્‍ટ યોજાયા હતા. ૮ એપ્રિલના રોજ હેલ્‍થ ફેર યોજવામાં આવ્‍યો હતો. જે અંતર્ગત હેલ્‍થ અવેરનેસ લેકચર્સ, બ્‍લડ ટેસ્‍ટ, બ્‍લડ ડોનેશન તેમજ આરોગય નિદાન સહિતના આયોજનો કરાયા હતા. જેનો ૧૪૦ લોકોએ લાભ લીધો હતો.

ર૭મા વાર્ષિક સ્‍થાપના દિવસની ઉજવણી અંતર્ગત ઓમ લખેલ ભગવો ધ્‍વજ લહેરાવાયો હતો તથા યજ્ઞ કરાયો હતો તથા DAV સન્‍ડે સંસ્‍કૃત સ્‍કુલ, મોન્‍ટેસરી તથા એલિમેન્‍ટરી સ્‍કુલ તેમજ ટેકસાસની પ્રાઇવેટ સ્‍કુલોના સ્‍ટુડન્‍ટએ સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(10:41 pm IST)