Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

કેન્દ્ર સરકાર દ્વારા ભીમ અેપ યુઝર્સને રૂપિયા ૧૦૦૦ સુધીનું કેશ બેક આપવાની જાહેરાત

નવી દિલ્હીઃ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીઅે ભીમ અેપ લોન્ચ કર્યા બાદ તેનો ઉપયોગ કરનારા યુઝર્સને ૧૦૦૦ રૂપિયા સુધીનું કેશ બેક આપવાની જાહેરાત કરી છે.

મિનિસ્ટ્રી ઑફ ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગની દેખરેખ હેઠળ આ એપની સુવિધાને પ્રોત્સાહન આપવા માટે 900 કરોડ રૂપિયાનું બજેટ પણ તૈયાર કરવામાં આવ્યું છે. આજે એટલે કે 14 એપ્રિલે BHIM એપને 1 વર્ષ પૂર્ણ થયાના દિવસ પર સરકારે 1,000 રૂપિયા સુધી કેશબેક ઓફર રજૂ કરી છે.

mygovindiaના ટ્વીટ મુજબ BHIM એપ દ્વારા પ્રથમ ટ્રાંજેક્શન પર 51 રૂપિયાના કેશબેક મળશે. ત્યારે ટ્રાન્જેક્શન કરવાથી દર મહિને 750 રૂપિયા સુધીનું કેશબેક અને વેપારીઓને દર મહિને 1000 રૂપિયા સુધીનું કેશબેક મળશે.

ગ્રાહકોને કેશબેક અને પ્રોત્સાહન આપવું પાછળનું કારણ છે કે, BHIM એપની ડિજિટલ પેમેન્ટ એપમાં ઘટી રહેલી પાર્ટનરશિપ છે, જ્યારે પ્રાઇવેટ પેમેન્ટ એપ ગ્રાહકોને કેશબેક ઓફર આપી રહી છે. BHIM-UPI ટ્રાન્ઝેક્શનમાં 5% નો ઘટાડો નોંધાયેલો છે, જ્યારે શરૂઆતમાં માત્ર 2000ની ટ્રાન્ઝેક્શન પર 5 રૂપિયાના કેશબેક ગ્રાહકોને મળી શકે છે.

(8:09 pm IST)