Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

ઉન્નાવ રેપ કેસ : સેંગરને કોર્ટમાં ઉપસ્થિત કરાયા

સેંગર સાત દિવસના રિમાન્ડ ઉપર

જમ્મુ,તા. ૧૪ : ઉન્નાવ ગેંગરેપ કેસના આરોપી ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરની ધરપકડ કરવામાં આવ્યા બાદ તેમને આજે લખનૌની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સેંગરને સાત દિવસના સીબીઆઈ રીમાન્ડ પર સોંપવાનો આદેશ કરવામાં આવ્યો હતો. ૨૧મી એપ્રિલે વધુ સુનાવણી થશે. સીબીઆઈએ સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા. અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી જોરદાર ફટકાર પડ્યા બાદ કેન્દ્રીય તપાસ બ્યુરો સીબીઆઈએ તેની તપાસ તીવ્ર બનાવી દીધી છે. પ્રારંભિક તપાસમાં સીબીઆઈને ગેંગરેપના આરોપી ભાજપનચા ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર અને તેમના ભાઈની સામે પુરતા પુરાવા મળ્યા છે. સીબીઆઈએ સેંગરના બે ફોન પણ પોતાના કબજામાં લઇ લીધા છે. આ સમગ્ર મામલામાં ગુરુવારે મોડી રાત્રે નાટ્યાત્મક ઘટનાક્રમના દોર વચ્ચે સીબીઆઈ અને લખનૌની એસીબી બ્રાંચે ત્રણ એફઆઈઆર દાખલ કરી હતી. સીબીઆઈએ શુક્રવારે આરોપી કુલદીપસિંહ સેંગરને કસ્ટડીમાં લઇને ૧૭ કલાક સુધી આકરી પુછપરછ કરી હતી.

(7:22 pm IST)