Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

કઠુઆમાં સામુહિક દુષ્‍કર્મ-હત્યા પ્રકરણમાં સંડોવાયેલ દોષિતોને કડકમાં કડક સજા કરાશેઃ સંયુક્ત રાષ્‍ટ્રના મહાસચિવ અેટોનિયો ગુતેરસ

ન્‍યૂયોર્કઃ કઠુઆમાં દુષ્‍કર્મ અને હત્યા પ્રકરણમાં સંડોવાયેલાને કડકમાં કડક સજા આપવાની જાહેરાત સંયુક્ત રાષ્‍ટ્રના મ‌હાસચિવે કરી છે.

સંયુક્ત રાષ્ટ્રનાં મહાસચિવ એટોનિયો ગુતેરસે કઠુવામાં આઠ વર્ષની બાળકી સાથે બળાત્કાર અને તેની હત્યા મુદ્દે ભયાવહ ગણાવતા, આ જધન્ય ગુનાઓને અંજામ આપનારા આરોપીઓને કાયદાનાં વર્તુળમાં લાવવાની આશા વ્યક્ત કરી હતી. તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થશે તેવી આશા વ્યક્ત કરી હતી.

ખાનાબદોશ બકરવાલ મુસ્લિમ સમુદાયની એક બાળકી 10 જાન્યુઆરીને પોતાનાં ઘરની નજીકથી ગુમ થઇ ગઇ હતી અને એક અઠવાડીયા બાદ તેનું શબ તે જ વિસ્તારમાં મળ્યું હતું. ગામનાં જ એક મંદિરમાં એક અઠવાડીયા સુધી તેની સાથે કથિત  રીતે છ લોકોએ બળાત્કાર કર્યો. પીડિતની હત્યા કરતા પહેલા નશીલા પદાર્થ આપીને તેની સાથે ઘણીવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું. ગુનાખોરોને સજા ન આપવામાં આવે

ઘટના પર સમગ્ર ભારતમાં પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. ગુતેરસનાં પ્રવક્તા સ્ટીફન દુજારિકે કહ્યું, મે બાળકી સાથે બળાત્કારનાં આ જધન્ય અપરાધનાં મીડિયા રિપોર્ટ જોયા છે. અમને આશા છે કે અધિકારી ગુનાખોરોને કાયદાનાં વર્તુળમાં લાવશે જેથી બાળકી સાથે બળાત્કાર અને તેની હત્યા મુદ્દે તેને સજા આપવામાં આવે.

બાળકી સાથે બળાત્કાર અને તેની હત્યાનાં મુદ્દે મહાસચિવની પ્રતિક્રિયા પુછવામાં આવતા દુજારિકે આ નિવેદન આપ્યું. આ મુદ્દે ક્રાઇમ બ્રાંચનાં એક ખાસ તપાસદળની રચનાં કરવામાં આવી છે. અત્યાર સુધી બે પોલીસ અધિકારીઓ સહિત 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે પોતાની નારાજગી વ્યક્ત કરતા તેને દેશ માટે શરમજનક ગણાવી અને ગુનાખોરોને છોડવામાં નહી આવવાની વાત કહી હતી. તેમણે કહ્યું હતું, હું દેશને આ આ આશ્વાસન આપવા માંગુ છું કે કોઇ પણ ગુનેગારને છોડવામાં નહી આવે. ન્યાય થશે અને અમારી પુત્રીઓને ઇન્સાફ મળશે. 

(6:30 pm IST)