Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

નરેન્દ્રભાઇ મોદી બ્રિટનમાં કોમનવેલ્થ દેશોની સરકારોના અધ્યક્ષોની બેઠકમાં જોડાશેઃ ૧૭મીથી ૩ દિવસની યાત્રાઅે

નવી દિલ્‍હીઃ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી ૧૭મીથી બ્રિટનની મુલાકાતે જઇ રહ્યા છે. તેઓ કોમનવેલ્થ દેશોની સરકારના અધ્યક્ષોની બેઠકમાં હાજરી આપશે.

બ્રિટન મુલાકાત દરમિયાન તકનીક, શિક્ષણ અને વ્યાપારના મામલાઓ પર તેઓ બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મે સાથે દ્ઘિપક્ષીય ચર્ચા કરવાના છે.આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રિન્સ ચાર્લ્સને પણ મળવાના છે. આ બેઠક બ્રિટનના યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવાના નિર્ણય બાદ થઈ રહી છે.

ભારતમાં બ્રિટનના હાઈકમિશનર ડોમિનિક અસ્કિથે કહ્યુ છે કે, બ્રિટન ભારતની સાથે શૈક્ષણિક યોગ્યતાની પારસ્પરિક માન્યતા માટે સમજૂતી કરવા બેહદ ઉત્સુક છે. ગત મહિને માર્ચમાં ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોંની મુલાકાત વખતે ભારત અને ફ્રાંસની વચ્ચે પણ એક આવી જ સમજૂતી થઈ હતી.

અસ્કિથે કહ્યુ છે કે, "આ અંગે ચર્ચા ચાલી રહી છે અને તેઓ આમ કરવાનું પસંદ કરશે. બ્રિટન ભારતીય સ્ટૂડન્ટ્સને પસંદ કરે છે. 14000 ભારતીય સ્ટૂડન્ટ્સ દર વર્ષે બ્રિટનમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે જાય છે." તેમણે ક્હ્યુ છે કે, "તકનીકના ક્ષેત્રમાં પણ બ્રિટન ભારત સાથે કામ કરવા માટે તૈયાર છે. બંને દેશો વચ્ચે વ્યાપારમાં ગત વર્ષની સરખામણીએ 15% વધારો થયો છે અને આ ઘણું ઉત્સાહજનક છે."

દારૂના કારોબારી વિજય માલ્યા સંદર્ભે પુછવામાં આવેલા સવાલના જવાબમાં ભારત ખાતેના બ્રિટનના હાઈકમિશનરે કહ્યુ છે કે, " મુદ્દા પ્રાકૃતિકપણે ન્યાયિક છે અને તેના પર નિર્ણય લેવો ન્યાયતંત્રની જવાબદારી છે.

અસ્થિકે એમ પણ કહ્યુ છે કે, "ખાલિસ્તાન સમર્થક તત્વો મામલે કોઈ પુરાવા મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. આ મામલો પણ મોદી-થેરેસા મે વચ્ચેની દ્વિપક્ષીય વાતમાં ઉઠે તેવી શક્યતા પણ રહેલી છે."

(6:33 pm IST)