Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

પ્રિયા પ્રકાશનો વધુ અેક વીડિયો વાયરલઃ પ્રિયા પ્રકાશ અને અન્ય અેકબીજાની સામે આંખો મટકાવતા જોવા મળ્યા

મુંબઇઃ પ્રિયા પ્રકાશ વેરિયર 'ઓરૂ અદાર લવ'નાં 26 સેકન્ડનાં વિડીયોથી પૉપ્યુલર થઇ ગઇ હતી. 26 સેકન્ડનાં એ વિડીયોમાં પ્રિયાનો અંદાજ અને આંખોનાં એક્સપ્રેશન લોકોને ઘણા જ પસંદ પડ્યા હતા. પ્રિયા પ્રકાશનો એક અન્ય વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે આંખો મટકાવી રહી છે અને તેને આનો જવાબ પણ મળી રહ્યો છે. આ વિડીયોમાં પ્રિયા પ્રકાશ અને એક વ્યક્તિ જોવા મળી રહ્યો છે. આ વિડીયોમાં બંને એક બીજાની સામે આંખો મટકાવી રહ્યા છે.

આ વિડીયો ઘણો જ ફની છે. આ વિડીયો જોઇને તમને હસવું આવશે. વિડીયોમાં પ્રિયાનો અંદાજ હંમેશાની જેમ કમાલ છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કરવામાં આવ્યો છે. 'ઓરૂ અદાર લવ' પ્રિયા પ્રકાશની પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મનાં ગીત 'મનિક્ય મલારાયા પૂવી'નાં વિડીયોમાં તે આંખોનાં ઇશારાઓથી પૉપ્યુલર બની હતી. આ વિડીયો ઘણો જ વાયરલ થયો હતો જેને લઇને પ્રિયા પ્રકાશ રાતોરાત પોપ્યુલર બની ગઇ હતી. તેની પૉપ્યુલારિટીનો અંદાજ તેના ઇન્સ્ટાગ્રામ પર થોડાક સમયમાં જ 54 લાખ ફૉલોઅર્સ છે તેનાથી પરથી લગાવી શકાય છે. પ્રિયા પ્રકાશ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ માટે 8 લાખ રૂપિયા ચાર્જ કરે છે. પ્રિયા પ્રકાશ કેરલનાં ત્રિશૂરની છે અને તે ત્રિશૂરમાં આવેલી વિમલા કૉલેજમાં અભ્યાસ કરે છે.

(6:25 pm IST)