Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

રાહુલ અડવાણીજીને ફરી એકવાર સન્માનપૂર્વક આગળ દોરી ગયા

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીજી ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબની જન્મજયંતિ પ્રસંગે સંસદભવન ખાતે ફરી સામ-સામે આવ્યા હતા. રાહુલ ગાંધીએ એકદમ સન્માન સાથે અડવાણીજીને પીઠ ઉપર હાથ રાખી બાબાસાહેબની પ્રતિમા તરફ દોરી જતા નજરે પડ્યા હતા : આ પહેલી વાર નથી કે જયારે રાહુલે અડવાણીજીને સન્માન આપ્યુ હોય, આ પહેલા પણ લોકસભાની કાર્યવાહી દરમિયાન અડવાણીજીને પહેલી હરોળમાં એકલા બેઠેલા જોઈ કોંગ્રેસ અધ્યક્ષે બે હાથે નમસ્કાર કરી તેમના હાલ - ચાલ પૂછ્યા હતા. આ ઉપરાંત સંસદ હુમલાની ૧૬મી વર્ષીએ શ્રદ્ધાસુમન અર્પતી વખતે પણ રાહુલ ગાંધી અડવાણીજીની મદદ કરતા નજરે પડ્યા હતા.

(12:46 pm IST)