Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

સસ્તામાં ડેટાથી પોર્ન જોનાર લોકોની સંખ્યા વધી રહી છે

મોટા શહેરો કરતા નાના શહેરો આગળ નિકળ્યા : દેશમાં ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં ડેટા ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે : પોર્ન નિહાળનારની સંખ્યા ૭૫ ટકા વધી ગઈ

નવી દિલ્હી,તા. ૧૪ : છેલ્લા બે દશકથી એડલ્ટ ઇન્ડસ્ટ્રીને વિડિયો ફોર્મેટ, વેબ સર્ચિંગ અને ચેટરુમ જેવી કન્ઝ્યુમર ટેકનોલોજીમાં ઇનોવેશનને વૈશ્વિક સ્તર પર મુખ્ય પ્રવાહમાં લાવવા માટેની ક્રેડિટ આપવામાં આવે છે. સતત લાંબી થઇ રહેલી આ યાદીમાં હવે મોબાઇલ ડેટાનો પણ સમાવેેશ કરવામાં આવ્યો છે. હકીકતમાં મોબાઇલ ઉપર પોર્ન નિહાળવાનો આંકડો ખુબ ઝડપથી વધ્યો છે. કારણ કે દેશની ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં ડેટાનો ખર્ચ ખુબ નીચે પહોંચી ગયો છે. વિડિયો વ્યુવરશીપ ઉપર નજર રાખનાર સંસ્થા વિડુલીના અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, ગળાકાપ સ્પર્ધાના પરિણામ સ્વરુપે છેલ્લા વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં ડેટા દરમાં ભારે ઘટાડો થયો છે. એડલ્ટ કન્ટેન્ટ નિહાળનારમાં ૭૫ ટકાનો વધારો થયો છે. વિડુલીના આ અભ્યાસના આંકડા ઉપલબ્ધ થયા બાદ કેટલીક ચોંકાવનારી વિગતો ખુલી છે. ભારતીય ટેલિકોમ સેક્ટરમાં છેલ્લા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં એન્ટ્રી કરનાર રિલાયન્સ જીઓની આક્રમક પ્રોસેસીંગ અને કિંમતોના લીધે ભારતી એરટેલ, વોડાફોન અને આઇડિયા સેલ્યુલર જેવી કંપનીઓને ડેટા દરમાં ભારે ઘટાડો કરવાની ફરજ પડી છે. આના પરિણામ સ્વરુપે ટાયર-૨ અને ટાયર-૩ શહેરોમાં પોર્ન નિહાળવાની સંખ્યામાં વધારો થયો છે. વિડુલીના આંકડા દર્શાવે છે કે, લોકો વિડિયો ડાઉનલોડ કરવાની જગ્યાએ ઓનલાઇન નિહાળવાનું પસંદ કરે છે. એક સમય એવો પણ આવ્યો છે જ્યારે માર્ચના અંતિમ તબક્કામાં ડેટાનો ઉપયોગ આશરે ૧૩ અબજ જીબી સુધી પહોંચી ગયો છે. દેશમાં ઓનલાઈન એડલ્ટ વિડિયો નિહાળવાની પ્રથા ૭૫ ટકા વધી છે. જ્યારે નિહાળવાની પ્રથા ૬૦ ટકા સુધી વધી છે. તેમની સંસ્થા ફેસબુક, યુટ્યુબ, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ ઉપર વિડિયો જોનાર ઉપર નજર રાખે છે. ૧૮થી ૩૪ વર્ષની વયગ્રુપમાં એડલ્ટ કન્ટેન્ટ ઉપરાંત સંગીત, મનોરંજન જેવા કાર્યક્રમો નિહાળે છે.

(12:22 pm IST)