Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

કઠુઆકાંડઃ ભાજપના બે પ્રધાનોના રાજીનામા

કાશ્મીરમાં રાજકીય ગરમાવોઃ મેહબુબાને ટાઢા પાડવા વડાપ્રધાને હસ્તક્ષેપ કરવો પડયો

શ્રીનગર તા. ૧૪ : જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફતીએ કથુઆ રેપ અને મર્ડર કેસના વિવાદ વચ્ચે પીડીપીના સિનિયર નેતાઓ અને ધારાસભ્યોની શનિવારે શ્રીનગરમાં બેઠક બોલાવી છે. આ બેઠકમાં ભાજપ-પીડીપી જોડાણ ચાલુ રાખવું કે તોડી નાંખવું તે અંગે પણ નિર્ણય લેવાય તેવી શકયતા છે. વડાપ્રધાને હસ્તક્ષેપ કરીને ભાજપના બે પ્રધાનોના રાજીનામા અપાવ્યા છે.ઙ્ગ

જમ્મુ-કાશ્મીર સરકારમાં ભાજપના મંત્રીઓ સહિતના તેના નેતાઓએ કઠુઆની ઘટનામાં આરોપીઓનું સમર્થન કર્યું છે જેને કારણે બન્ને પક્ષો વચ્ચે ખટરાગ વધી ગયો છે. કઠુઆમાં આઠ વર્ષની બાળકી પર રેપ કરીને તેની હત્યા કરી દેવાઈ હતી, જેના સમગ્ર દેશમાં પડઘા પડ્યા છે. મહેબૂબાએ તેમનો રોષ ભાજપ હાઈકમાન્ડ સમક્ષ પણ રજૂ કરી દીધો હોવાનું મનાય છે. મહેબૂબાએ હાઈકમાન્ડને એવું કહ્યું હોવાનું મનાય છે કે જો ભાજપ ગઠબંધનમાં સહયોગ નહીં કરે તો પીડીપી ભાજપ સાથે છેડો ફાડી નાખશે.

ઙ્ગમહેબૂબા મંત્રાલયમાં ભાજપના બે મંત્રી-વન મંત્રી ચૌધરીલાલ સિંહ અને ઉદ્યોગ તથા વાણિજયમંત્રી ચંદ્રપ્રકાશ ગંગા-એ બળાત્કારના આરોપીઓના સમર્થનમાં હિન્દુ એકતા મંચની રેલીમાં ભાગ લીધો હતો. પીડીપીના નેતાઓ આ બન્ને મંત્રીઓને હાંકી કાઢવાની માગણી કરી રહ્યા છે. શનિવારે પીડીપીની બેઠકમાં આ મામલે ચર્ચા થશે. તાજેતરમાં સુરક્ષા દળોના ગોળીબારમાં ચાર નાગરિકો માર્યા ગયા તે અંગે પણ શનિવારની આ બેઠકમાં ચર્ચા થશે.

ઙ્ગઆ પહેલાં તેમણે તેમના રાજીનામાં પાર્ટીના પ્રમુખ સત શર્માને સુપરત કર્યાં હતાં. 'બંનેએ તેમના રાજીનામાં સત શર્માને આપી દીધાં છે,' તેમ પ્રદેશ ભાજપના પ્રવકતચા સુનિલ શેઠીએ કહ્યું હતું. તેમણે જણાવ્યું કે, પાર્ટીએ હવે તેમના અંગે નિર્ણય લેવાનો છે. તેમણે આપેલું રાજીનામું સાદુ છે અને તેમણે એટલા માટે રાજીનામું આપ્યું છે કેમકે તેઓ જાહેરમાં ભાજપને શરમમાં મુકવા માગતા નથી.(૨૧.૧૧)

(11:48 am IST)