Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

SC-ST કાયદા અંગે કેન્દ્ર વટહુકમ લાવશે

કેન્દ્રએ વિકલ્પ ખુલ્લો રાખ્યોઃ દલિતોને મજબૂત સંદેશ આપવા મોદી સરકારની તૈયારીઃ અનામતને કાયદો બનાવીને દલિતોને ખુશ કરશે

નવી દિલ્હી તા. ૧૪ : એસસી - એસટી એકટ મામલે મોદી સરકાર હવે થોડોક પણ રાજકીય ખતરો ઉઠાવવા માંગતી નથી. ગૃહમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં થયેલી મંત્રી મંડળની સમૂહની બેઠકમાં સુપ્રિમ કોર્ટ દ્વારા પોતાનો આદેશ પાછો ન ખેંચવાની સ્થિતિમાં વટહુકમ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.

નારાજ દલિતોને મનાવવા માટે અત્યાર સુધી કાર્યકારી આદેશથી ચાલી રહેલી અનામત વ્યવસ્થાને કાયદાકીય રીતે તેઓની સંવિધાનની નવમી અનુસૂચિમાં રાખવાની સંભાવનાઓ પર ચર્ચા થઇ એ પણ નિર્ણય થયો કે સરકાર દલિતોને પ્રમોશનમાં અનામત મામલે એક નવી નીતિથી આગળ વધશે. જીઓએમના વરિષ્ઠ સભ્યએ જણાવ્યું કે, એકટમાં થોડોક પણ બદલાવ ન થવા દેવો, જરૂરીયાત પડયા પર વટહુકમ લાવવાની સંમતિ બની. એક સભ્યએ જણાવ્યું કે, અત્યાર સુધી કાર્યકારી આદેશથી ચાલી રહેલી એસસી - એસટી અનામતની વ્યવસ્થાને એકટ બનાવીને તેને સંવિધાનની ૯મી અનુસૂચિમાં રાખવામાં આવે જેનાથી ભવિષ્યમાં કોઇ પણ પક્ષ તેમાં છેડછાડ કરી શકે નહિ. એસસી - એસટીના પ્રમોશનમાં અનામત મામલે પણ મોન્સુન સત્રમાં આગળ વધવા પર સંમતિ બની.

બેઠકમાં આવતા ત્રણ મહિનામાં દલીતો વિરૂધ્ધ બનેલી ધારણાને બદલવાની રણનીતિ બની છે. ઉપભોકતા મામલાના મંત્રી રામવિલાસ પાસવાને સંપૂર્ણ મામલે એટોર્ની જનરલ, સોલિસિટર જનરલની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા. તેઓએ કહ્યું સુનાવણી દરમિયાન જ્યારે સુપ્રીમ કોર્ટે આ એકટમાં અંતિમ જામીન આપવાનો નિર્ણય કર્યો તો સરકારે પોતાનો પક્ષ યોગ્ય રીતે રાખ્યો નહિ.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજનાથે કહ્યું કે, જ્યારે આ મામલે સરકારનું વલણ સ્પષ્ટ છે ત્યારે એટોર્ની જનરલ સોલિસિટર જનરલના વલણમાં ભ્રમની સ્થિતિ જોવા મળવી જોઇએ નહિ.

કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ, સામાજીક ન્યાયમંત્રી, થાવરચંદ ગહલોત અને નરેન્દ્રસિંહ તોમરે પણ મંતવ્યો આપ્યા હતા.(૨૧.૧૩)

 

(11:46 am IST)